ભીલવાસ પાસે યુવાન પર તલવાર અને છરી વડે હુમલો કરનાર ત્રિપુટી ઝડપાઇ

  • April 22, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભીલવાસ પાસે પૈસાની ઉઘરાણી સબબ યુવાન પર આધેડ અને તેના બે પૌત્રોએ તલવાર અને છરી વડે હુમલો કરતા યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શહેરના ભીલવાસ પાસે આવેલા ઠક્કરબાપા વિસ્તારમાં શેરી નંબર ૬ માં રહેતા મયુર ઉર્ફે ખોડો હમીરભાઇ શિંગાળા(ઉ.વ ૨૮) નામના યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા બાલા ભીમજીભાઇ પરમાર, તથા તેમના બે પૌત્ર વિકાસ હરેશભાઈ પરમાર અને સાગર હરેશભાઈ પરમારના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે તથા તેના કાકા બંને ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપી બાલા કે જે પાડોશમાં રહેતો હોય તે અહીં આવ્યો હતો.તેણે યુવાન પાસે પિયા ૯૦,૦૦૦ માંગતો હોય જેમાંથી ૮૫ હજાર યુવાને ચૂકવી દીધા હતા. ૫૦૦૦ બાકી હોય તે બાબતે યુવાન સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી જેથી યુવાનના કાકા પ્રફુલભાઈએ ગાળો બોલવાની ના કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો.

દરમિયાન બાલાનો પૌત્ર વિકાસ અહીં તલવાર સાથે ધસી આવ્યો હતો અને યુવાનને પાછળના ભાગે તલવારનો એક ઘા મારવા જતા ખસી જતા તેને કપાળના ભાગે તલવાર લાગી ગઈ હતી.આ સમયે વિકાસનો ભાઈ સાગર છરી લઈને આવ્યો હતો અને તેણે છરીનો ઘા મારી દીધો હતો દેકારો થતા અન્ય લોકો એકત્ર થઈ જતા આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા.

હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.


પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાંતની રાહબરી હેઠળ પી.એસ.આઇ પી.કે.પઢીયાર તથા તેમની ટીમ તપાસ હાથ ધરી આરોપી બાલા, વિકાસ અને સાગર ત્રણેયને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application