રાજકોટમાં રહેતા અને જમીન મકાન લે–વેચ દલાલીનો વ્યવસાય કરતા બે ભાગીદાર જસ્મીન માઢક તથા જય મોલીયા સાથે મંદિર માટે જમીન ખરીદીના નામે ૩.૦૪ કરોડની ઠગાઈ કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર સંતો સહિતની ગેંગ પૈકીનો વડતાલ મંદિરનો ખજાનચી બનેલો સુરતનો લાલજી બાવ ઢોલાને સુરત પોલીસે પકડી પાડી રાજકોટ પોલીસને સોંપતા પોલીસે કબજો લઈ અન્ય આરોપી સાધુઓ સહિતનાને શોધવા લાલજીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાશે.
મંદિરો માટે જમીન ખરીદવાના નામે રાયમાં અલગ અલગ વ્યકિતઓને શીશામાં ઉતારતી સ્વામીનારાયણ સાધુની ગેંગે રાજકોટના બન્ને યુવકને જમીન દલાલ સુરતના સુરેશ ધોરી મારફતે ફસાવ્યા હતા. સુરેશ ઉપરાંત સ્વામીઓ ધોરાજીના ઝાલણસર શ્રીધામ ગુરૂકુલના વિજય સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી, જૂનાગઢ તળેટી મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, પાનેલી અંકલેશ્ર્વર રૂષીકૂળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણદં ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી તથા વડતાલ સ્વામીનારાયણ મંદિરના ખજાનચી બનેલા સુરતના પરબત પાટીયા મણીભદ્ર કોમ્પલેક્ષ લાલજી બાવ ઢોલા, પુણ્ય ગામ પરમેશ્ર્વરના સુરેશ ધોરી દેહગામના ખેડુત બનેલા ભુપેન્દ્ર શના ચૌહાણ અને વિજયસિંહ ચૌહાણ મળી કારસ્તાન કર્યુ હતું.
દેહગામ મંદિર ગૌશાળા માટે ૫૦૦ વિઘા જમીન બન્ને યુવકને તેઓના નામે ખરીદ કરવા અને એક વિઘાએ એક લાખ વળતર આપવાની લાલચ આપતા બન્ને યુવકે જમીનનો સોદો કર્યેા હતો અને ટોકન પેટે ૩.૦૪ કરોડ રૂપિયા ખેડુતને ચુકવ્યા હતા. ટોકનની રકમ પરત આપવાનો વાયદો સ્વામી ગેંગ દ્રારા કરવામાં આવ્યો હતો. જ નફા તા નહીં રકમ પણ પરત નહીં આપી ગેંગે ૩.૦૪ કરોડની ઠગાઈ કરી હતી. ગેંગે ૩.૦૪ કરોડની ઠગાઈ કરી હતી. ગત જાન્યુઆરી માસની ઘટનામાં અંતે ગત માસે રાજકોટ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. તપાસ ઈકોનોમીક ઓફેન્સ વિંગે હાથ ધરી હતી. આરોપીઓને શોધવા માટે ટેકનીકલ સોર્સ તથા હૃયુમન સોર્સ કામે લગાડયા હતા.
આરોપી ગેંગ પૈકી વડતાલ સ્વામીનારાયણ મંદિરનો ખજાનચી બનેલો લાલજી ઢોલા સુરતમાં હોવાની માહિતી મળતા સુરત સરથાણા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આરોપીને પકડી લેતાં રાજકોટથી એક ટીમ કબજો લેવા રવાના થઈ હતી. કૌભાંડની કડીઓ જાણવા, અન્ય આરોપીઓની વિગતો મેળવવા પોલીસ ઢોલાના રીમાન્ડ માંગશે. આરોપીઓ પૈકી સ્વામી વિદેશ સહેલગાહ તરફ નીકળી ગયા હોવાની ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech