મિસ વર્લ્ડ ઇવેન્ટના દિવસે પ્રિયંકા ચોપડા સાથે થઇ હતી આ દુર્ઘટના

  • February 20, 2021 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી ઇતિહાસ રચ્યો હતો. જો કે તે સમયે સ્ટેજ પર જતાં પહેલાં પ્રિયંકા ચોપડા સાથે એક અકસ્માત થયો હતો અને તેણે તેના ચહેરા પર વાળ લાવીને તે ઈજાને ઢાંકી દીધી હતી. પ્રિયંકા ચોપડાએ પોતાની પુસ્તકમાં આ ઘટના શેર કરતાં કહ્યું હતું કે, 'જ્યારે હું મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, ત્યારે દરેક વ્યક્તિને મારા ચહેરા પર એક વાળની લટ દેખાઈ હશે. પરંતુ તે સમયે મેં તેને અલગ અંદાજમાં રજુ કર્યું હતું.

પ્રિયંકા ચોપડાએ આનું વાસ્તવિક કારણ જણાવતાં કહ્યું છે કે, 'મેં જાણી જોઈને મારા ચહેરા આગળ એક લટ રાખી હતી. પરંતુ વાસ્તવિકતામાં એવું નહોતું. હું મારા વાળને કર્લ કરવાનો પ્રયાસ કરી રહી હતી અને પાછળના ભાગમાં લગભગ 90 છોકરીઓ હતી, દરેક અહીં મેકઅપ કરી રહ્યા હતા. જ્યારે હું મારા વાળ વાળવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે કોઈએ  મને ધક્કો આપ્યો અને હું દાજી ગઈ અને મારી સ્કીન પર તેનું નિશાન પણ થઇ ગયું.  

અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'મારા ચહેરા પર ખૂબ જ મોટો ડાઘ હતો જે મારે છુપાવવાનો હતો. પરંતુ જ્યારે પણ હું આ ફોટો જોઉં છું, ત્યારે મને લાગે છે કે વાળની ​​લટે મેં જાણીજોઈને બનાવી છે. ખરેખર શું?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS