શહેરના રૈયા રોડ પર હનુમાનમઢી પાસે છોટુનગર સોસાયટીમાં આવેલી ચીકનની દુકાનમાં નોકરી કરતા બે ભાઈઓ ઉપર ગ્રાહક તરીકે આવેલા ત્રણ શખસોએ વધારાનું ચિકન લઇ લેતા તેને આ બાબતે ટપારતા બંને ભાઇઓને મારમારી છરીનો ઘા ઝીંકી દીધો હતો.આ અંગે પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ યુપીના અને હાલ છોટુનગર સોસાયટી શેરી ન.ં ૧માં રહેતા આસીફખાન પઠાણ (ઉ.વ.૧૯)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રચિત કડવાતર, ભરત મેઘનાથી અને અશોક મેઘનાથીના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અને તેનો ભાઈ રીયાઝ (ઉ.વ.૧૫) મોહસીનભાઈની ચીકનની દુકાનમાં નોકરી કરે છે.ગઈકાલે રાત્રે દસેક વાગ્યે દુકાને રચિત કડવાતર, ભરત મેઘનાથી અને અશોક મેઘનાથી ચીકન લેવા આવ્યા હતા. ત્રણેય આરોપીઓએ વધારાનું ચીકન માગતા તેણે ના પાડી હતી.તે વખતે રચિતે પોતાના હાથેથી લેગપીસ અને કલેજી લઇ લીધા હતા.તેણે તેને તે મૂકી દેવાનું કહેતાં ઉશ્કેરાઇ ઝઘડો કરી ગાળો આપી હતી.તેનો નાનો ભાઈ રિયાઝ છોડાવવા વચ્ચે પડતાં ત્રણેય આરોપીઓએ તેને અને તેના ભાઈને ઢીકાપાટુનો માર માર્યા બાદ રચિતે છરી કાઢી તેના માથાના ભાગે એક ઘા ઝીંકી દેતા લોહી નીકળવા લાગ્યું હતું.
દરમિયાન તેના શેઠનો ભાઈ શાહખ આવી જતા રિયાઝને સિવિલ લઇ જઈ સારવાર અપાવી હતી. યાં ટાંકા લેવા પડા હતા.બનાવને પગલે સ્થળ પરથી પોલીસે ભરત અને અશોકને પકડી લીધા હતા.યારે રચિત ત્યાંથી ભાગી ગયો હતો બાદમાં પોલીસે તેને પણ ઝડપી લીધો હતો.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એસ.બી.જાડેજા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech