BREAKING NEWS

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ખતરો ટળ્યો, બંને હુમલાઓ રોકવા સંમત થયા

  • June 29, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રણ દિવસથી ચાલી રહેલા હુમલાઓ બંધ થઈ ગયા છે. વધતા તણાવ વચ્ચે, અમેરિકા અને ઈરાન એકબીજા પર હત્પમલાઓ બધં કરવા સંમત થયા છે. હોર્મુઝ સ્ટ્રેટ પરના તાજેતરના વિવાદને ઉકેલવા માટે બંને પક્ષો આવતીકાલે કતારની રાજધાની દોહામાં મળવાની અપેક્ષા છે. ઈરાન અને અમેરિકા દ્રારા
કરવામાં આવેલા તાજેતરના હત્પમલાઓએ ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ વધાર્યેા છે.
ગઈકાલે યુએસ અખબાર એકિસઓસે એક વરિ યુએસ અધિકારીને ટાંકીને કહ્યું કે બંને પક્ષો હત્પમલાઓ બધં કરવા અને વાતચીતમાં જોડાવા માટે સંમત થયા છે. બંને પક્ષો મંગળવારે કતારની રાજધાની દોહામાં મળવાની અપેક્ષા છે. જો કે, બંને પક્ષોએ હજુ સુધી આ બાબતે સત્તાવાર નિવેદન જારી કયુ નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વિકસી છે. આ તણાવ હોર્મુઝ સ્ટ્રેટમાં એક જહાજ પર હત્પમલાથી શ થયો હતો, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનમાં હત્પમલા શરૂ કર્યા હતા. આનાથી ઈરાન ગુસ્સે થયું અને તેણે બદલો લેવા માટે હત્પમલા શ કર્યા. ત્યારબાદ અમેરિકાએ હોર્મુઝની આસપાસ ઈરાની જમીનને નિશાન બનાવી.
શનિવારે રાત્રે અમેરિકાના હત્પમલા બાદ, ઈરાનના અર્ધલશ્કરી દળ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સએ રવિવારે બહેરીન અને કુવૈતમાં ડ્રોન અને મિસાઈલ હત્પમલા કર્યા. ઈરાને આ ખાડી દેશોમાં અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને અમેરિકા સાથેની વાતચીત બધં કરવાની ધમકી આપી, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો.
ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રારંભિક કરાર છતાં, ઘણા મુદ્દાઓ પર તણાવ ચાલુ છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હોર્મુઝ સ્ટ્રેટ છે. તેમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવા અંગે વિવાદ છે. ઈરાન આ મુદ્દા પર પીછેહઠ કરવા તૈયાર નથી. દરમિયાન, અમેરિકા કહે છે કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ સિસ્ટમ લાગુ કરવા દેશે નહીં. ઈરાનનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો ફકત દેખરેખ હેઠળ આ દરિયાઈ માર્ગ પાર કરશે. તાજેતરનો વિવાદ કેટલાક જહાજોના ઈરાનના નિયુકત માર્ગેાને અનુસરવાનો ઇનકારને કારણે ઉવ્યો છે. વધુમાં, લેબનોન અને અન્ય મુદ્દાઓ પર બંને પક્ષોના નિવેદનો વિરોધાભાસી રહ્યા છે. આનાથી બંને દેશો વચ્ચે શાંતિની આશાઓને ફટકો પડો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News