જામ્યુકોના તત્કાલિન ઇજનેર અને સેનેટરી ઇન્સ.ને બે વર્ષની જેલસજા

  • July 19, 2021 11:21 AM 

2001 અની સાલમાં સફાઇ કામદારોના મૃત્યુ સબબ કરાયેલી પોલીસ ફરિયાદ: કેસ ચાલી જતાં અદાલતે આપેલો ચૂકાદો

જામનગરમાં પટેલ કોલોનીમાં વર્ષ 2001 માં ભૂગર્ભ ગટરમાં સફાઇ કામ માટે ઉતરેલા બે સફાઇ કામદારોના ગુંગળાઇ જવાથી મૃત્યુ નિપજ્યાના બનાવમાં અધિકારીઓ સામે બેદરકારીના આરોપી સાથે નોંધાયેલી પોલીસ ફરિયાદનો કેસ ચાલી જતાં અત્રેની અદાલતે મ્યુ. કોર્પો.ના તત્કાલિન નાયબ ઇજનેર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને તકસીરવાન ઠેરવી બે વર્ષની જેલસજા અને ા. પ હજારનો ફરમાવ્યો છે. જો કે અદાલતના હુકમ સામે અપીલમાં જવા માટે બન્ને સરકારી કર્મચારીઓએ અરજી કરી સજા સાથે સ્ટે મેળવ્યો છે.

પટેલ કોલોની શેરી નં. 3 માં ભુગર્ભ ગટરની સફાઇ દરમ્યાન મનસુખ મનાભાઇ અને રાજેશ લાલજીભાઇ નામના બે સફાઇ કર્મીઓના ગંગુભાઇ જવાથી તા. 3/8/01 ના રોજ મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો હતો. જે અંગે પ્રેમજીભાઇ પુંજાભાઇ અધિકારી સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેર સુખાભાઇ ડાંગર અને અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભુપેન્દ્ર કુંભારાણા સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં અદાલતે મ્યુ. કોર્પો.ના તત્કાલિન ઇજનેર સુખાભાઇ ડાંગર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભુપેન્દ્ર કુંભારાણાને તકસીરવાન ઠેરવી બન્ને બે-બે વર્ષની સાદી કેદની સજા અને ા. પ-5 હજાર દંડ ફરમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બન્ને કર્મચારીઓ હાલ નિવૃત થઇ ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS