સાવરકુંડલા પોલીસ મથકના પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં જ અમરેલી બદલી પામેલા અધિકારીએ તેમની ૫૦૦ દિવસની નોકરીમાં રૂ.૫ લાખના સરકારી ડિઝલનો ધુમાડો કરી સરકારી તિજોરીને નુકસાન કર્યાની ફરિયાદ વ્હિસ્સલ બ્લોઅર પ્રતાપ ખુમાણ દ્વારા ગૃહ સચિવ સહિતને કરવામાં આવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સાવરકુંડલા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તારીખ ૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ નિમણૂક પામેલા આ પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોકરી દરમિયાન નિયમ મુજબ હેડક્વાર્ટરમાં જ નિવાસસ્થાન હોવું ફરજિયાત હોય છે. આમ છતાં કાયદાના રક્ષક દ્વારા જ કાયદાનો ભંગ કરી અમરેલી જિલ્લા મથકે જ પોતાનું નિવાસસ્થાન રાખેલ અને નવાઈની વાત એ છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સરકારી વાહન કાયમ માટે પોલીસ અધિકારીને અમરેલી સ્પેશિયલ તેડવા મૂકવા સવાર સાંજ નિયમિત જતું હતું. નવાઈની વાત એ છે કે, ડીવાયએસપી કક્ષાના અધિકારી પણ સાવરકુંડલામાં જ ભાડાના મકાનમાં નિવાસ કરતા હતા. જ્યારે સાવરકુંડલા શહેર જેવા અતી સંવેદનશીલ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા હોવા છતાં આ અધિકારી બિંદાસ રીતે હેડક્વાર્ટરમાં નિવાસ કરવાને બદલે ૩૫ દૂર અમરેલી જતાં રહેતા હતાં.તા.૧૬-૩-૨૦૨૪ સુધી કુલ ૫૦૦ દિવસ દરમ્યાન દરરોજ સાવરકુંડલા અમરેલી વચ્ચે ૧૪૦ કિલોમીટર સરકારી જીપ દોડાવવામાં આવી જેનો એક લિટર ડિઝલ રૂ. ૧૦૦ ખર્ચ ગણીએ તો દરરોજનારૂ. ૧૦૦૦ ડીઝલનો ખર્ચ થાય એટલે કે આ અધિકારીએ પોતાની ૫૦૦ દિવસની ફરજ દરમિયાન અંદાજે રૂપિયા ૫ લાખના ડીઝલનો ધુમાડો ફક્ત પોતાના આવવા જવા માટે જ પ્રજાના પૈસા કરી નાખ્યો છે. આ ખર્ચમાં સરકારી ડ્રાઈવરનો પગાર, ઓઇલ, ટાયર જેવો ઘસારો થયો તે અલગ હવે સાવરકુંડલાની પ્રજાને પોતાના રક્ષણ માટે નિમાયેલા આ અધિકારી કેટલા મોંઘા પડ્યા એ વિચારવું રહ્યું.
આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરી પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા આવા વર્તમાન રાજાઓ ઉપર દાખલા રૂપ પગલાંઓ લેવાવા જોઈએ. સરકારી તિજોરી નો આવો દુરુપયોગ રોકવા કડકમાં કડક દાખલા રૂપ કાર્યવાહી કરી આ તમામ રકમ આધારિત અધિકારીના સરકારી પગારમાંથી કપાત કરી વસૂલવી જોઈએ. તેમ રજુઆતના અંંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech