વામ્બે આવાસ યોજનામાંથી ૧.૭૭ લાખની ચોરી: કૌટુંબિક ભત્રીજીએ હાથફેરો કર્યાની શંકા

  • February 08, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર નાનામવા પાસે આવેલા વામ્બે આવાસ યોજના કવોટરમાંથી પિયા ૧.૭૭ લાખની મત્તા ચોરી થયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં શકદાર તરીકે વૃદ્ધાએ પોતાની કૌટુંબિક ભત્રીજીનું નામ આપ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નંબર ૨૧ કવાર્ટર નંબર ૧ માં રહેતા કવિતાબેન ડાયાભાઈ કુંભાર (ઉ.વ ૬૦) નામના વૃધ્ધાએ ચોરીની આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં શકદાર તરીકે આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરનાર કૌટુંબિક ભત્રીજી કુંવરબેન કનુભાઈ શિંગાળા (રહે તોપખાના)નું નામ આપ્યું છે.

વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છુટાછેડા થઈ ગયા બાદ તેઓ માતાપિતા સાથે રહેતા હતા જેમનું અવસાન થયા બાદ તેઓ તેમના બહેન ભાનુબેન જેમનું ૨૦ વર્ષ પૂર્વે અવસાન થયું હોય જેથી આ ભાનુબેનના પતિ રાજુ મેઘજીભાઈ ગોરી સાથે લાખના બંગલા પાસે સતનામ સોસાયટીમાં રહેતા હતા. યાં રાજુભાઈના ત્રણ સંતાનો પણ રહેતા હોય તેમજ ફરિયાદીની કૌટુંબિક બહેન સવિતાબેનની દીકરી કુંવરબેન કે જેના પતિ કનુભાઈ શિંગાળાનું ૧૦ વર્ષ પૂર્વે અવસાન થયું હોય જેથી દસેક વર્ષ પૂર્વે તે પણ અહીં રહેવા આવી હતી. કુંવરબેન આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે અને તેમના પતિનું પેન્શન આવતું હોય તે અને પગાર પોતાની પાસે રાખી ખર્ચ કરે છે. છ મહિના પૂર્વે આ ત્રણે અહીં વામ્બે આવાસ યોજના કવાર્ટર માં રહેવા આવ્યા હતા.

દરમિયાન ગત તારીખ ૧૦૧૨૦૨૪ ના સાંજના ૪:૩૦ વાગ્યા આસપાસ કવિતાબેન તથા તેમના બનેવી રાજુભાઈ ગોરી બંને ભીમનગર ચોક પાસે ચા પીવા માટે ગયા હતા અને એકાદ કલાક પછી એટલે કે સાડા પાંચ વાગ્યા આસપાસ અહીં ઘરે પરત ફરતા અહીં સામાન વેરવિખેર હોય અને કુંવરબેન કોઈને કઇં કહ્યા વગર જતા રહ્યા હતાં. સેટીની નીચે રહેલી સૂટકેસ પણ ખુલી હોય તેમાં તપાસ કરતા સોના–ચાંદીના દાગીના જે તમામની કિંમત પિયા ૧,૭૭,૮૪૭ હોય તે ચોરી થઈ ગયાનું માલુમ પડું હતું. જેથી આ બાબતે ફરિયાદીએ પ્રથમ પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. બાદમાં આ બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં શકદાર તરીકે કૌટુંબિક ભત્રીજી કુંવરબેન શિંગાળાનું નામ આપ્યું છે. જે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application