અમરેલીમાં નિવૃત્ત જિલ્લા પંચાયત કર્મચારીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયા

  • February 07, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના એસટી ડેપો પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અને જિલ્લ ા પંચાયતના નિવૃત્ત કર્મચારી રાજુભાઇ હિમંતભાઇ સોલંકી (ઉ.વ.૬૫)એ અમરેલી સીટી પોલીસમાં પોતાના રહેણાક મકાનમાં તા.૨૦-૧ના ઉપરના ‚મમાં સુતા હતાં ત્યારે કોઇ અજાણ્યા શખસે મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના કિંમત ‚પિયા ૧ લાખ ૨૯ હજારની ચોરી કરી ગયાનું તેમજ બાજુમાં રહેતા ચિરાગભાઇ વિઠલભાઇ અજમેરાના મકાનમાંથી પણ ચાંદીના કડલાની ચોરી થયાનું માલુમ પડતા આ અંગે અમરેલી સીટી પોલીસમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંંધાવી હતી. જે ફરિયાદના આધારે અમરેલી સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોકકસ બાતમીના આધારે આ ચોરીમાં ચેતન પ્રકાશભાઇ રાઠોડ (ઉ.વ.૧૯) નામના શખસની સંડોવણી હોવાનું જાણવા મળતા પોલીસે મુળ મુંબઇ મલાડમાં માલવાણી રોડ નં.૭, સેવન ફલોટ અને હાલ એકાદ મહિનાથી માતા સાથ અમરેલીના રોકડીયાપરામાં રહેતો ચેતન પ્રકાશભાઇ રાઠોડની અટકાયત કરી, પુછપરછ હાથ ધરતા આ ચારી પોતે કરી હોવાની કબૂલાત આપી હતી. જે કબૂલાતના આધારે પોલીસે ચેતનની ધરપકડ કરી ચોરીમાં ગયેલી સોનાની વીંટી, સોનાની ‚દ્રક્ષની માળા અને ચાંદીના કરડા મળી કુલ ‚પિયા ૧ લાખ ૨૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખસની વિશેષ પુછપરછમાં પોતે ધો.૧૨નો અભ્યાસ કરે છે અને લુણીધાર ગામે મઢના રિનોવેશનનું કામ ચાલતું હોવાથી એકાદ મહિનાથી તેની માતા સાથે અમરેલીના રોકડિયાપરામાં આવેલા તેમના મકાનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.આ ઘરફોડ ચોરીનો ભેદ જિલ્લ ા પોલીસ વડા હિમકરસિંહની સુચનાથી સીટી પીઆઇના માર્ગદર્શન હેઠળ એએસઆઇ રમેશભાઇ માલકિયા, પો.કોન્સ. ચિંતનભાઇ મા‚ અને પો.કોન્સ. વનરાજભાઇ માંજરિયા દ્વારા ઉકેલવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application