જૂનાગઢમાં શિવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ મુદ્દામાલ સાથે ખૂલ્યો

  • October 17, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દોલતપરા શિવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ મુદ્દામાલ સાઙ્ખે ઉકેલાયો છે. જેમાં કડિયાવાડના યુવકને  ઝડપી લઈ ધોરણસરઙ્ગી કાર્યવાહી હાઙ્ખ ધરાઈ હતી.
દોલતપરા વિસ્તારમાં આવેલ શિવ મંદિરમાંથી આરતી કરવાનું પીતળનું દિવેલું, લોટી ચાંદીના છત2 સહિત ત્રણ હજારની ચોરી થયા અંગે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મંદિરમાં ચોરીના બનાવ અંગે એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ કોળી, પીઆઇ મિતુલ પટેલ, પીએસઆઇ વાઝા સહિતની ટીમે આસપાસના વિસ્તારોમાં રહેલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી. જેના આધારે ચોરીમાં સંડોવાયેલ મૂળ રાજકોટના ઉમરાળી અને હાલ જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં રહેતા કુલદીપ સોલંકી નામના યુવકને ઝડપી લીધો હતો.
એ ડિવિઝનની ટીમે યુવક પાસેથી ચોરી કરેલ પિત્તળનું દિવેલું, ધાતુની લોટી, ચાંદીના બે છતર, ત્રિપુડ, ત્રાંબાની લોટી અને ત્રાસ તથા ધાતુના ઝાલર સહિત ના ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એ ડિવિઝન ની ટીમે ઝડપાયેલ ઈસમ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application