છેલ્લા શોના બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ ભાવિન રબારીની ફિલ્મી પસંદગીમાં નગરના નાટ્ય દિગ્દર્શકનું મહત્વનું યોગદાન

  • August 29, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરાયું લલિત જોષીનું કરાયું અભિવાદન

તાજેતરમાં આંતરરાસ્ટ્રીય સ્તરે રજૂ થયેલ વિખ્યાત દિગ્દર્શક પાન નલિન દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારતીય સિનેમાની ૬૯ નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ એવાર્ડ છેલ્લા શોને  અને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ છેલ્લા શો ભાવિન રબારીને નેસનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે જેમાં જામનગરના નાટ્ય દિગ્દર્શક લલીત જોશીનું ફિલ્મના કલાકારો પસંદીગીમાં માર્ગદર્શન રહ્યું  હતું
પાન નલિન પ્રોડકસન હાઉસને છેલ્લો શો ફિલ્મ માટે ફિલ્મ વાર્તાને અનુરુપ મુખ્ય બાળ કલાકારોની જરુરિયાત હોય અને ૩૦૦૦ થી વધુ ઓડિસન થઈ ચૂકેલ પ્રોડસનના નયન રાણા અને જેકી રામચંદાની  ની  ટીમે નગર ના નાટ્ય દિગ્દર્શક એન્કર લલીત જોશીને આ કામગીરીમાં  સામેલ કરતાં તેઓ એ જામનગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળ કલાકારો જે સાંસ્કૃતિક પ્રવૃતિ માં લલીત જોશી સાથે જોડાયેલા હતા તેમનો સંપર્ક કરતાં નગરની રાવલસર ગામની ઉતર બુનિયાદી શાળામાં અભ્યાસ કરતો  ભાવિન રબારી  મુખ્ય ભૂમિકા માટે પસંદગી પામ્યો હતો
 અને તેની સાથે હાપાની સરકારી શાળામાં અભ્યાસ કરતો અને હાપાના બાવરીવાશમાં રહેતો સ્વ:રાહુલ રામુભાઈ કોળીનું સિલેક્સન થયું જે કલાકાર બ્લડ કેન્સરની બીમારીને લીધે આ ફિલ્મ તેના જીવનનો છેલો શો બની ગઈ છે  સાથે ત્રીજા બાળ કલાકાર તરીકે શોભન સીદી પણ પસંદીગી પામ્યો હતો અને સાથે નગરના જાણીતા કલાકાર રફીકભાઈ બાદશાહ પણ એક વિશેષ ભૂમિકામાં રહ્યા હતા. ૬૯ નેસનલ ફિલ્મ ફેર એવાર્ડ વિજેતા ફિલ્મ છેલ્લો શોના મુખ્ય બાળ કલાકારની ફિલ્મ  છેલો શો  ફિલ્મી કલાકાર તરીકે પસંદગીમાં નગરમાં ૨૫  વર્ષ થી નાટ્ય પ્રવૃતિ સાથે જોડાયેલ નાટ્ય દિગ્દર્શક લલીત જોશીનો સિહફાળો રહિયો હતો
અમદાવાદ ખાતે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રીમિયર શોમાં હાજર રહી ફિલ્મ ડિરેક્ટર પાન નલિન અને પ્રોડ્યુસર ધીર મોંમાયા દ્વારા લલીત જોશી સેવાની વિશેષ નોંધ સાથે અભિવાદન કર્યું હતું  સાથે ભાવિન રબારી અને તેમના પરિવારે ભાવિન ની આ સિદ્ધિ લલીત જોશી સાથે ઉજવી હતી
આ તકે વિશેષ નોંધ લેવાની કે નગર ના જ ફિલ્મ પ્રોડયુસર વિરલ જૈન વિક્રમ ગોજીયા, રોનક બાથાની નિર્મિત ફિલ્મ આઈ એમ એ ગુજ્જુમાં પણ એક્સિકયુટીવે પ્રોડયુસરની સેવા પણ લલીત જોશીએ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application