બાંધકામ મટિરિયલ્સનું ટેસ્ટિંગ હવે મનપાની જ લેબમાં થશે

  • March 26, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સિવિલ પ્રોજેકટસ તેમજ બાંધકામ અને ડામર રોડ સહિતના સેમ્પલ સહિતનું ટેસ્ટિંગ મહાનગરપાલિકાની પોતાની જ લેબમાં થશે.રાજકોટમાં ચાલતા સિવિલ કામોના સેમ્પલીંગ લઇ તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરી વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ગુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે કવોલીટી કંટ્રોલ સેલ માટે નવી અધતન લેબોરેટરી બનાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૪માં આવેલ ગુકુળ હેડ વર્કસવાળી જગ્યામાં મહાનગરપાલિકાના વિવિધ કામોની વિજીલન્સ ચકાસણી માટે કુલ .૧.૧૨ કરોડના ખર્ચે આધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે. આ અધતન લેબોરેટરીમાં ગ્રાઉન્ડ લોર પર સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્સનું ટેસ્ટીંગ જેમકે, સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે, ફસ્ર્ટ લોટ પર કવોલિટી કંટ્રોલના સ્ટાફ માટે ઓફીસ તથા ટ્રેનીંગ હોલ બનાવવામાં આવેલ છે. આ સમગ્ર બાંધકામ આશરે ૭૩૬ ચોરસ મીટરમાં કરવામાં આવેલ છે. કોન્ક્રીટ કયુબ્સ અને પેવિંગ બ્લોકની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થના ટેસ્ટ માટે કમ્પ્રેસિવ ટેસ્ટ મશીન (સીટીએમ), રેઇન્ફોર્સમેન્ટ બારના ટેન્સિલ ટેસ્ટ, બેન્ડ ટેસ્ટ વિગેરે માટે યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન (યુટીએમ), ડામરના ટેસ્ટ માટે બિટુમિન એકસક્રેટર, ડકટિલિટી ટેસ્ટ મશીન, પેન્ટ્રોમીટર, સેમ્પલ ગરમ રાખવા માટે ઓવન, સેમ્પલ કયોરીંગ માટે કયોરીંગ ટેંક, સીવ એનાલીસીસ માટે સીવ શેકર, એગ્રીગેટના એબ્રેશન ટેસ્ટ માટે એબ્રેશન મશીન સહિતની મશીનરી ખરીદવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બનાવવામાં આવેલ આધુનિક લેબનુ લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application