તાપમાનમાં એક જ ધડાકે સાડા સાત ડિગ્રી સુધીનો વધારો થયો

  • February 16, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સમગ્ર રાજયમાંથી ઠંડી એકાએક ગાયબ થઈ ગઈ છે. અત્યાર સુધી સવારે ભેજવાળું ખુશનુમાં વાતાવરણ રહેતું હતું પરંતુ તે પણ આજથી બધં થઈ ગયું છે. લઘુતમ તાપમાનના પ્રમાણમાં બેથી સાડા સાત ડિગ્રી સુધીનો વધારો થયો છે. સૌથી વધુ પોરબંદર અને અમરેલીમાં લઘુતમ તાપમાન ઐંચકાયું છે અને ત્યાર પછી ત્રીજા ક્રમે રાજકોટ આવે છે.

પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી હતું તે એ આજે વધીને ૨૧.૬ ડિગ્રી થઈ ગયું છે. અમરેલીમાં ગઈકાલના ૧૨.૨ ડિગ્રીમાં આજે સાત ડિગ્રીનો વધારો થયો છે અને ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલના ૧૧.૬ ડિગ્રીની સરખામણીએ ૬ ડિગ્રી જેટલું વધુ છે.
ભાવનગરમાં ત્રણ, ભુજમાં બે, દ્રારકા –નલિયામાં ત્રણ –ત્રણ ઓખામાં બે અને વેરાવળમાં ચાર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.ભાવનગરમાં આજે લઘુતમ તાપમાન ૧૯.૯ ભુજમાં ૧૬ ડીસામાં ૧૫.૨ દ્રારકામાં ૨૦.૮ નલિયામાં ૧૧.૬ ઓખામાં ૨૨.૩ પોરબંદરમાં ૨૧.૬ સુરતમાં ૨૦.૮ અને વેરાવળમાં ૨૦.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે ત્રણ દિવસ પછી વાતાવરણમાં ફરી જોરદાર પલટાની શકયતા છે. કારણ કે અત્યારે નોર્થ વેસ્ટ ઇન્ડિયા ને લાગુ પડે તેવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. તેની અસરના ભાગપે તારીખ ૧૭ થી ૨૦ દરમ્યાન મેઘ ગર્જના, વીજળીના ચમકારા અને ૩૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાવવાની સાથે વરસાદ શકયતા છે. યાં વરસાદની શકયતા છે તેવા રાયોમાં જમ્મુ કશ્મીર સહિતના હિમાલયન રીજીયન પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન તામિલનાડુ પોંડીચેરી અને કેરલાનો સમાવેશ થાય છે. આ સિસ્ટમની અસરના ભાગપે દેશના અન્ય રાયોમાં પણ માવઠાની શકયતા છે અને ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application