જૂનાગઢમાં તાપમાન એક જ દિવસમાં 5.2 ડિગ્રી ગગડ્યું

  • February 12, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં તાપમાનના પારામાં પણ સેન્સેક્સની જેમ વધઘટ નોંધાઈ રહી છે.ગઈકાલે શહેરમાં લઘુતમ તાપમાન નો પારો 17.7 નોંધાયો હતો જ્યારે આજે એક જ દિવસમાં ફરી પારો 5.2 ડિગ્રી ઘટતા ઠંડી વધતા વાતાવરણ ઠંડુગાર થયું છે. આજે જૂનાગઢ શહેરમાં 12.5 તાપમાન નોંધાયું હતું જેથી ઠંડીમાં વધારો થતા શહેરીજનો ગરમ વસ્ત્રોમાં ઢબુડાયેલા જોવા મળી રહ્યા હતા.ભવનાથ તળેટીમાં 10.5 તાપમાન નોંધાયું હતું. ચાની ચુસકી અને કાવા ની મોજ માણવા શહેરીજનો નો ઘસારો રહ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડક વધી હતી અને ગરમીથી રાહત યથાવત રહી હતી.

જુનાગઢ શહેર કરતાં ગિરનાર પર્વત પર તાપમાન વધુ નીચે જતું હોય છે જેથી પર્વત ઉપર ઠંડી વધુ અનુભવાતી હોય છે.
આજે ગિરનાર પર્વત પર 7.5 તાપમાન અને સુસ્વાટા મારતા પવનની ઝડપથી પ્રવાસીઓને સીમલા જેવું વાતાવરણ અનુભવાયું હતું. વહેલી સવારે ઝાકળ ભયર્િ વાતાવરણથી વાદળો થી ઢંકાયેલા ગિરનારનો રમણીય નજારો જોવા મળે છે. રોપવેમાં બેસી સફર કરતા લોકોને વાદળોની ચાદરથી ઢંકાયેલા ગિરનારનો આહલાદક નજારો જોવા મળ્યો હતો આજે નોંધાયેલા હવામાન મુજબ જુનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 12.5, વાતાવરણમાં ભેજ 78 ટકા અને 6.3 પ્રતિ કિ.મી. ની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application