જામનગરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન 35.6 ડીગ્રી

  • June 30, 2021 11:21 AM 

ત્રણેક ગામડાઓમાં વરસાદ પડયો : ખેડુતો વાવણીકાર્યમાં લાગ્યા

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલ બપોર બાદ વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો છે અને વાદળીયુ વાતાવરણ જોવા મળે છે ત્યારે તાપમાન થોડા દિવસોથી સ્થીર રહેવા પામ્યું છે અને તાપમાન 35.6 ડીગ્રી નોંધાયુ છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 28.5 ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા, પવનની ગતી 20 થી 25 કીમી રહી હતી.

આજે સવારે દેવભુમી દ્વારકા અને જામનગર જીલ્લાના કેટલાક ગામોમાં વાદળીયુ વાતાવરણ છે, એક તરફ જગતનો તાત ખેતી કરવા માટે વાવણીના મુડમાં છે ત્યારે બીજી તરફ ગામડાઓમાં કદાચ એકાદ અઠવાડીયુ મેઘાની રાહ જોવી પડે તેવી સ્થીતી સર્જાઇ છે.

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં મોટેભાગે 70 ટકા જમીનમાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે, ખેડુતો પણ દર વર્ષે સારો પાક મેળવે છે અને આ વર્ષે પણ 100 ટકા વરસાદની શકયતા હોય, પાકનો સારો ઉતાર મળશે તેવી ખેડુતોને આશા જાગી છે.

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લાના કેટલાક ગામોમાં સારો એવો વરસાદ પડયો છે, ખાસ કરીને કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં 5 થી 9 ઇંચ જેટલો વરસાદ પડયો છે, કેટલાક ચેકડેમોમા પાણીની સારી આવક થઇ છે, હાલમાં કેટલાક મજુરો કોરોનાના કારણે વતન ગયા હતા તે પણ પાછા આવી ગયા છે તેવા અરસામાં હાલારમાં વાવણીકાર્ય પણ અત્યારે પુરજોશમાં શ થઇ ગયું છે તા. 3 જુલાઇ બાદ મેઘાનો બીજો રાઉન્ડ શ થશે તેમ હવામાન ખાતુ કહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS