જામનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે તાપમાન 38.3 ડીગ્રી

  • June 02, 2021 10:23 AM 

બપોરના 11 થી 5 દરમ્યાન ગઇકાલે પણ આકાશમાંથી અંગારા વરસ્યા: ગામડાના જનજીવન પર ભારે અસર : આજ સવારથી બફારો વઘ્યો

જામનગર સહિત સમગ્ર હાલારમાં સુર્યદેવતાનો પ્રકોપ જારી રહયો છે, છેલ્લા પાંચ દિવસથી કાળઝાળ ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે, બપોરના 11 થી 5 દરમ્યાન તો આકાશમાંથી ભારે અંગારા વરસી રહયા છે, ત્યારે ગરમીથી લોકો વાજ આવી ગયા છે, આજ સવારથી બફારો વઘ્યો છે, કેટલાક વિસ્તારોમાં વિજકાપ પણ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં વધુ ગરમી પડે તેવી શકયતા છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38.3 ડીગ્રી, ઓછામાં ઓછુ 28 ડીગ્રી, હવામા ભેજ 66 ટકા અને પવનની ગતી 35 થી 40 કીમી રહી હતી. હાલારમાં આકરા તાપથી ખેતરોમાં કામ કરતા ખેડુતો અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા છે, આ વર્ષે વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી પણ છે, જો કે હજુ ચોમાસુ તા. 15 જુનથી બેસશે તે પહેલા ગરમીનો એક રાઉન્ડ શ થઇ ચુકયો છે. લોકોને પીવાના પાણીનો સોસ પડી રહયો છે, એસી અને પંખા સતત ચાલુ રાખવા પડે છે, જો કે સાંજ પડયે થોડો પવન ફુંકાય છે એટલે અન્ય શહેરો કરતા જામનગરમાં રાહત જોવા મળે છે. આજ સવારથી આકાશમાં વાદળા જોવા મળ્યા હતા અને બફારો પણ શ થયો હતો.

લોકો અસહય ગરમીના કારણે ઠંડા પીણા તરફ વળ્યા છે, તરસ છીપાવવા નાળીયેર પાણી, લીંબુ પાણી, સરબત, શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણાનો આશરો લે છે, બીજી તરફ આઇસક્રીમ, ગોલા ગુલ્ફીનું વેચાણ પણ વઘ્યું છે, ગામડાઓમાં અસહય ગરમીના કારણે બજારો પણ વહેલી બંધ થઇ જાય છે. અને ગરમીની અસરના કારણે જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે. કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા વધારો થયો હતો.

એક તરફ ગરમીનો માહોલ ચાલુ થઇ ચુકયો છે બીજી તરફ ગામડાઓમાંથી હટાણું કરવા આવતા લોકો ઓછા થઇ ગયા છે એટલુ જ નહીં બપોરના ભાગમાં એસટી બસોમાં પણ પાંખી હાજરી જોવા મળે છે, એટલુ જ નહીં ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી જોવા મળે છે, એક તરફ કોરોનામાં લોકો ઘરની બહાર ઓછા નીકળે છે અને બીજી તરફ અસહ્ય ગરમી શ થઇ ચુકી છે ત્યારે લોકો પણ કામ વીના બહાર જોવાનું ટાળે છે બપોરના 3 કલાક તો ભારે લુ જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS