જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન 34.5 ડીગ્રી

  • July 15, 2021 11:14 AM 

ગઇકાલે શહેરમાં માત્ર અમી છાંટણા : ગામડાઓમાં મેઘાના આગમનથી ખેડુતો ખુશ : ગરમીમાં ઘટાડો

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે વાદળીયુ વાતાવરણ રહયુ હતું, કેટલાક ગામડાઓમાં મેઘરાજાએ દે ધનાધન કરીને વરસાદ પણ વરસાવ્યો છે, શહેરમાં રાબેતા મુજબ માત્ર અમી છાંટણા થયા હતા, ગામડાઓના વરસાદથી ગરમીમાં ઘટાડો થયો છે અને આગામી બે દિવસ સુધી હજુ પણ જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે જેથી તંત્ર સાબદુ બની ગયું છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.8 ડીગ્રી, હવામાં ભેજ 8 ટકા, પવનની ગતી 10 થી 15 કીમી રહી હતી.

જામનગર સહિત અનેક ગામડાઓમાં ગઇકાલે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો, ખાસ કરીને હવામાં ભેજ 88 ટકા થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ થઇ ગયા હતા, ગઇકાલ બપોર બાદ અને કેટલાક વિસ્તારોમાં તો મોડી રાત્રે થોડા છાંટા પડયા અને પીજીવીસીએલ દ્વારા કોણ જાણે કેમ લાઇટ ગુલ કરી દેવામાં આવી હતી, પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરીથી જામનગરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી હતી.

આજ સવારથી ફરીથી ઉઘાડ નીકળ્યો છે, વાતાવરણ વાદળીયુ છે બપોર બાદ વરસાદ આવે તેવી શકયતા પણ છે ત્યારે ગઇકાલે રાત્રે ભારે ગરમી જોવા મળી હતી આમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS