જામનગરમાં 40 કીમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા તાપમાન ઘટયું

  • April 06, 2021 08:33 PM 

એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 4.5 ડીગ્રીનો ઘટાડો : મોડી રાત્રે ઠંડો પવન ફુંકાતા ગરમીમાં રાહત : આગામી દિવસોમાં ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે

જામનગર સહિત સમગ્ર હાલારમાં અઠવાડીયા સુધી અસહ્ય ગરમીનો માહોલ જોવા મળ્યા બાદ ગઇકાલે એકા એક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને મહત્તમ તાપમાનમાં 4.5 ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, મોડી રાત્રે 40 કીમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી, જો કે આગામી દિવસોમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શકયતા છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 35 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 22.5 ડીગ્રી, હવામાં ભેજ 87 ટકા, પવનની ગતી 35 થી 40 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.

અન્ય શહેરો કરતા સાંજના ભાગમાં ઠંડક જોવા મળે છે ત્યારે ગઇકાલ કરતા પવન વધતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને તાપમાન 35 ડીગ્રીએ પહોચ્યુ હતું, આજે ભેજનું પ્રમાણ 87 ટકા થઇ જતા લોકો ગરમીમાં મહદઅંશે રાહત થવા પામી છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે. ગામડાઓમાં જનજીવન ઉપર અસર થઇ છે, શહેરમાં ખરીદી કરવા આવતા લોકો ઘટી ગયા છે, ત્યારે કોરોના પણ ગરમીમાં વધી રહયો છે તે ચિંતા પમાડે તેમ છે. ગામડામાં બફારો વધતા જ લોકો શહેરમાં હટાણુ કરવાનું ટાળી રહયા છે અને સંખ્યા પણ ઘટી રહી છે અને બીજી તરફ ખેતરમાં મજુરીકામ કરતા લોકોને પણ લુ લાગી રહી છે એક તરફ કોરોનાનો ડંખ વધુ બેકાબુ બની રહયો છે ચારેકોર ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે હજુ પણ વધુ ગરમી પડે તેવી શકયતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS