હાલારમાં વરાપ વચ્ચે તાપમાન 32 ડીગ્રી

  • September 16, 2021 11:34 AM 

હજુ બે દિવસ અતી ભારે વરસાદની આગાહી હોય તંત્ર સાબદુ

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાએ કાળો કેર વતર્વ્યિા બાદ હજુ પણ બે દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે લોકો ભયથી થરથરી રહયા છે, આજે જોકે જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં વરાપ નીકળ્યો છે, ગઇકાલે એકપણ ગામમાં વરસાદ નથી, ત્યારે તંત્ર સાબદુ બની ગયું છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 32 ડીગ્રી, લઘુતમ તાપમાન 26 ડીગ્રી, હવામાં ભેજ 92 ટકા, પવનની ગતી 10 થી 15 કીમી રહી હતી.

જામનગર જીલ્લામાં 101 ટકા વરસાદ થઇ ગયો છે, ફકત ત્રણ જ દિવસમાં મોટાભાગના ચેકડેમો અને 20 થી વધુ ડેમો ભરાઇ ગયા છે, પાણીની સમસ્યા દુર થઇ ગઇ છે, હવે તો લોકો અને ખેડુતો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહયા છે.

આગામી ત્રણ દિવસ સુધી હજુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ખેડુતોના જીવ ઉચક થઇ ગયા છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફકત પરડવામાં 7 મીમી વરસાદ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS