આત્મહત્યા કરવા જતી યુવતીની મદદે પહોચી જામનગર 181 ની ટીમ

  • May 28, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવતીનો બચાવ: કાઉન્સીલીંગ કરીને પરિવારને સોંપી

181 મહિલા હેલ્પ લાઈન દ્વારા વધું એક સરાહનીય કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે તેના ભાગરૂપે વધું એક યુવતીનો જીવ બચાવવા જામનગરની 181ની ટીમને સફળતા મળી છે. મહત્વનું છે કે જામનગરમાં એક યુવતી આત્મહત્યા કરવા જતી હતી ત્યારે તેનું કાઉન્સિલિંગ કરી બચાવી હતી.

આ અંગેની વિગત મુજબ એક યુવતી જેઓ મૂળ મુંબઈ (મહારાષ્ટ્ર) ના છે. તેઓ વર્ષ 2019 થી કેરેલાના એક યુવાન સાથે લગ્ન: કયર્િ વિના જામનગરમાં સાથે રહે છે અને તેઓ 2 વર્ષથી રીલેશનશિપમાં છે, ગઇકાલે સવારે યુવતી જામનગરમાં આવેલ લાખોટા તળાવ પાસે જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં મહિલાઓની સંકટ સમયની સહેલી મહીલા અભયમ ટીમે તેઓનું કાઉન્સિલિંગ કરી યુવતીનું જીવન બચાવ્યું હતું.

યુવતી જેની સાથે રિલેશનશિપમાં છે તે વ્યક્તિને દા તેમજ કેફી પદાર્થનું વ્યસન છે અને તેનો નશો કરી યુવતીને માર મારે છે, તેવું યુવતીનું જણાવેલ હતું, ઘટના સ્થળ પર પહોંચતા જોયું કે  ભાઇ બહેનના ત્રાસથી કંટાળીને નશો કરે છે, તેમજ તેઓના કહેવા મુજબ યુવતી ડિપ્રેશનમાં હોય તેવું લાગે છે. યુવાનને યુવતી સાથે લગ્ન કરવા છે પરંતું યુવાનના જણાવ્યા પ્રમાણે યુવતી પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી માટે તેઓ લગ્ન કરી શકતા નથી. હાલ યુવતીનું કાઉન્સિલીંગ કરી ઘરે મૂક્યા છે અને બહેન હવે પછી આવું પગલું નહિ ભરે તેવી ખાત્રી આપી છે અને 181ની ટીમનો આભર માન્યો છે. આ કામગીરીમાં 181 જામનગરની ટીમના કાઉન્સીલર પૂર્વી પોપટ, કોન્સ્ટેલ ગીતાબેન ધારવેયા અને પાયલોટ મહાવીરસિંહ વાઢેર સહિતની ટુકડી જોડાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)