શહેરમાં અન્ય રાજ્યમાંથી સેંકડો શ્રમિકો મજૂરી કામ માટે આવી વસવાટ કરી પેટિયું રડી રહ્યા છે, શહેરના વિસ્તાર વિશે જાણતા ન હોઈ ત્યારે અનેક વખત મુશ્કેલીમાં મુકાયા જતા હોઈ છે. આવો જ એક કિસ્સો મહિલા શ્રમિકનો સામે આવ્યો છે. સવારે દાડીએ કોન્ટ્રાકટર સો ગયા બાદ પરત ઘરે જવાનો રસ્તો ન મળતા ૧૮૧ની ટિમ મદદએ આવી હતી અને મહિલાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા.
જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, માધાપર ચોકડી પાસે એક મજુર જેવા દેખાતા મહિલા ભૂલા પડી ગયા છે તેને ૧૮૧ની હેલ્પની જરુરુ છે. આ ફોનના આધારે ૧૮૧ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા હોમગાર્ડ કામિનીબેન અને પાયલોટ ગીરીશભાઈ માધાપર ચોકડીએ પહોંચ્યા હતા અને મહિલાને પ્રામિક પુછપરછ કરતા પોતે મૂળ મહિલા મધ્યપ્રદેશના વતની છે અને અહીં પતિ સો એક વર્ષી રહી બંને મજૂરી કામ કરીએ છીએ. હાલ પતિ કામી વતનમા છે અને આજે પોતે પહેલી વાર એકલી બીજે નવી ક્ધસ્ટ્રકશન સાઈટ ઉપર મજૂરીકામ કરવા માટે આવી હતી સવારે જે ને કામ હતું તે લોકો લઇ ગયા હતા હવે પરત કેવી રીતે જવું એ રસ્તો ખબર ની. વધુમાં પોતે જયા રહે છે તે વિસ્તાર વિશે છણાવટ કરતા ૧૮૧ની ટિમ મવડી વિસ્તારમાં લઇ જતા મહિલાને પોતે જે બાંધકામ સાઈટના ઝૂંપડામાં રહેતા હતા ત્યાંનું સરનામુ યાદ આવી જતા રસ્તો બતાવ્યો હતો. ૧૮૧ની ટિમ તેમના ઝૂંપડે પહોંચી તો ત્યાં તેમના ગામના બીજા મજૂર પણ રહેતા હોય ત્યાં મહિલાને સુરક્ષિત રીતે પહોંચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech