જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કોવીડ વિભાગના બિલ્ડીંગમાં આગ લાગ્યાની માહિતી મળતા તંત્ર દોડયું

  • September 07, 2021 10:52 AM 

બે દર્દીઓ આગમાં ફસાયા ની માહિતીના આધારે ફાયરબ્રિગેડ વગેરેએ ૧૦ મિનિટમાં રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું:  વહીવટી તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ તેમજ સરકારી હોસ્પિટલના સિક્યુરિટી વિભાગની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલ યોજાઇ

જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં આગજની ના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સવારે ૧૧ વાગ્યે કોવિડ બિલ્ડીંગ ના પ્રથમ માળે આગ લાગી છે, અને બે દર્દીઓ આગ માં ફસાયા છે, તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડીના ૮ જવાનો ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉપરાંત સ્થળ પર હાજર રાખવામાં આવેલા ફાયર ફાઈટર અને તેના સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી.

 જયાં દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.આ સમયે જી.જી. હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગની ટૂકડી પણ હાજર રહી હતી, અને માત્ર ૧૦ મિનિટમાં જ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવી હતી, અને મોકડ્રીલ ને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સરકારી જી.જી હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ ની ટુકડી ઉપરાંત સીટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફ વગેરેની સતર્કતા ચકાસવા ના ભાગ રૂપે દર મહિનાના છઠ્ઠી તારીખે આ કવાયત યોજવામાં આવે છે, જેના અનુસંધાને આજે પણ મોકડ્રીલ યોજાઈ હતી અને સમયસર પૂર્ણ કરી લેવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS