મહાપાલિકા તંત્ર દ્વારા એક દિવસના વિરામ બાદ આજે મંગળવારે શહેરમાં દબાણો સામેનું અભિયાન પુન: હાથ ધરાયું હતું. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે આજે સવારથી જ શહેરના મહાત્મા ગાંધી રોડ (મુખ્ય બજાર)થી શરૂ કરી ગોલબજાર ચોક, હેરીશ રોડ ચોક, દેસાઈ શેરી ચોક, ખારગેટ ચોક થઇ મામાકોઠા રોડ થઇ છેક દીવાનપરા રોડ સુધીમાં રોડની બન્ને સાઈડમાં થયેલા અસ્થાઈ દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી. તંત્રની કાર્યવાહી દરમ્યાન કેટલાક દબાણકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો. જો કે અભિયાનમાં મક્કમ તંત્રની ટીમ દ્વારા દબાણો સામેની કાર્યવાહી શરૂ રાખી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે મહાપાલિકા દ્વારા શહેર નજીકના નારીથી કરદેજ ગામ સુધી સ્ટ્રોમ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ લાઈન કેટલાક ખેતરો અને ખેતરોની વાડમાંથી પસાર થતી હોય મહાપાલિકા તંત્ર દ્વારા કામગીરીમાં કોઈપણ પ્રકારના વિઘ્નને પહોંચી વળવાના હેતુ સર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાને સ્થળ પર તૈનાત રખાતા શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે પુન: હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે અસ્થાઈ દબાણોકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech