રામલલ્લાને પાલખીમાં મંદિરની ચારે બાજુ કરાવાયું ભ્રમણ, જાણો કેમ કરવામાં આવ્યું આવુ...

  • January 17, 2024 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવાર (16 જાન્યુઆરી)થી અયોધ્યામાં રામલલાના અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે. 22 જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.


અયોધ્યામાં રામલલાની મૂર્તિના અભિષેક માટે શરૂ થયેલી વિધિના બીજા દિવસે (17 જાન્યુઆરી) ભગવાનની પ્રતિકાત્મક મૂર્તિને મંદિરની ફરતે ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. રામ લલ્લાની જે મૂર્તિનો અભિષેક થવાનો છે તે હજુ મંદિર પરિસરમાં પહોંચી નથી અને તે મોટી અને ભારે છે, તેથી તેની સાથે પરિક્રમા કરવી શક્ય ન હતી, તેથી ચાંદીમાંથી બનેલી રામ લલ્લાની પ્રતિકાત્મક મૂર્તિ દ્વારા પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી રહી છે. .અને બુધવારે પ્રતિકાત્મક ભ્રમણ કરાવવામાં આવ્યું હતુ.


મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંગળવારે માહિતી આપી હતી કે બુધવારે (17 જાન્યુઆરી) બપોરે 1.20 વાગ્યા પછી જલયાત્રા, તીર્થ પૂજન, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજન, વર્ધિની પૂજન, કલશયાત્રા અને ભગવાન શ્રી રામલલાની મૂર્તિના પ્રસાદનું પરિસરમાં ભ્રમણ કરવામાં આવશે.


આ દરમિયાન એવા પણ સમાચાર છે કે રામલલાની મૂર્તિને વિવેક સૃષ્ટિ ટ્રસ્ટ તરફથી એક ટ્રકમાં રાખવામાં આવી છે અને તેને રામ મંદિર લઈ જવામાં આવી રહી છે.


સરયુના કિનારે કલશ પૂજન પણ કરાયું

ધાર્મિક વિધિના ભાગરૂપ બીજા દિવસે સરયુ નદીના કિનારે 'કલશ પૂજા' પણ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન પણ કિનારે હાજર હતા. અગાઉ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને સમારંભના દિવસે રામલલાની મૂર્તિના અભિષેક સાથે સંબંધિત ન્યૂનતમ જરૂરી વિધિઓ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application