૧૭ બોટલ, ૪૬ ચપટા અને બાઇક કબ્જે : દરેડમાં બાટલી સાથે એકની અટક
જામનગર શહેરમાં બે સ્થળેથી ઇંગ્લીશ દારુની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા, જયારે દરેડ વિસ્તારમાંથી એક શખ્સ દારુની બાટલી સાથે ઝપટમાં આવ્યો હતો. જે. કે. એપાર્ટમેન્ટ પાસેથી ૧૭ બોટલ સાથે એક શખ્સ અને ઓશવાળ હોસ્પીટલ પાછળના રોડ પરથી જયુપીટરમાં શરાબના ૪૬ ચપટા લઇને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો.
જામનગરના દિ.પ્લોટ-૫૮, બાળકોના સ્મસાન પાસે ગલીમાં રહેતા સંજય ઉર્ફે બેના બાબુ ભદ્રા (ઉ.વ.૩૦) નામના શખ્સને ઇંગ્લીશ દારુની ૧૭ બોટલ કિ. ૮૫૦૦ સાથે જે.કે. એપાર્ટમેન્ટ પાસેથી નીકળતા સીટી-એ પોલીસે પકડી પાડયો હતો અને દારુ બાબતે પુછપરછ કરી હતી.
બીજા દરોડામાં જામનગર શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૨માં રહેતા નયન મનસુખ ચૌહાણ (ઉ.વ.૨૮) નામના શખ્સને જયુપીટર બાઇક નં. જીજે૧૦ડીપી-૪૧૫૪માં વ્હીસ્કીના ૪૬ ચપલા કિ. ૪૬૦૦ તથા ગાડી મળી ૩૪૬૦૦ના મુદામાલ સાથે ઓશવાળ હોસ્પીટલ પાછળના રોડ પરથી સીટી-એ પોલીસે દબોચી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના ઢીચડા ગામમાં રહેતા ગફાર હશન સંઘાર નામના વેપારીને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે દરેડ ફેસ-૩, ગૌશાળા સર્કલ નજીકથી પોલીસે દબોચી લીધો હતો.
***
ભાટીયા નજીક કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસેથી જી.જે. ૨૪ એ.યુ. ૦૦૦૪ નંબરની હ્યુન્ડાઈ કંપનીની વર્ના મોટરકારને પોલીસે અટકાવી, ચેકીંગ કરતાં આ કારમાંથી આઠ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા ૧૨ લાખની કિંમતની મોટરકાર સહિતના મુદ્દામાલ સાથે રાણ ગામના નાગાજણ ઉર્ફે નટુ રાણા મોવર નામના ૩૩ વર્ષના ગઢવી શખ્સની અટકાયત કરી, તેની સામે પ્રોહિ. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech