ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણી માટે ફસાયેલો પેચ ઉકેલાયો નહી

  • January 09, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ સાથી પક્ષો સાથે ૨૦૧૯માં લડાયેલી બેઠકોના પરિણામોની સમીક્ષા કરીને સીટ વહેંચણીની ફોમ્ર્યુલા શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેમાં સૌથી મોટો મુદ્દો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીતેલી ૬૧ બેઠકોનો છે. કોઈ પણ પક્ષ આ બેઠકો છોડવા તૈયાર નથી. પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કેરળમાં પણ આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે.

વાસ્તવમાં, ઈન્ડિયા ગઠબંધનનું અસ્તિત્વ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોના બલિદાન પર આધારિત છે. મહાગઠબંધનની ચાર બેઠકોમાં નેતાઓએ બલિદાનનો નારો આપ્યો હતો, પરંતુ તેનો અમલ કોઈ કરવા ઇચ્છતું નથી. આ જ કારણ છે કે જેડીયુએ બિહારને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ્ર કરી છે કે ૨૦૧૯માં જીતેલી તમામ ૧૬ સીટો પર ચૂંટણી લડવા જઈ રહ્યું છે. આ સાથે તેણે હારેલી એક બેઠક પર પણ દાવો કર્યેા છે. કોંગ્રેસે પંજાબમાં ૧૩માંથી ૮ બેઠકો, કેરળમાં ૨૦માંથી ૧૫ બેઠકો જીતી છે. જયારે કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ૪૨માંથી ૨૨ બેઠકો જીતી છે.
સૂત્રોનું કહેવું છે કે સાથી પક્ષોનું કોંગ્રેસ પર બને તેટલી વધુ બેઠકો છોડવા માટે દબાણ છે. યારે મોટાભાગના રાયોમાં કોંગ્રેસનું રાય એકમ ગઠબંધનના મૂડમાં નથી. જેમાં બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ સહિતના રાયોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ એલાયન્સ કમિટીએ પોતાના રાય એકમો સાથે વાત કર્યા બાદ હવે સાથી પક્ષો સાથે વાતચીત શ કરી છે. સીટ વહેંચણીના ફસાયેલા મુદ્દે કોંગ્રેસે સાથી પક્ષો સાથે ઔપચારિક બેઠકો શ કરી દીધી છે. બિહારને લઈને આરજેડી નેતાઓ વચ્ચે કોંગ્રેસ ગઠબંધન સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસે બિહારમાં ૩૯માંથી ૧૧ સીટોની માંગણી કરી છે. યારે જેડીયુએ પહેલેથી જ ખુલ્લેઆમ ૧૭ સીટોની માંગ કરી છે. પંજાબ અને દિલ્હીની વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતાઓએ પંજાબ અને દિલ્હીને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ દિલ્હીમાં ત્રણથી ચાર અને પંજાબમાં ૯ થી ૧૦ બેઠકોની માંગ કરી રહી છે. આ બે રાયો ઉપરાંત આપ ગુજરાત, હરિયાણા, ગોવા ખાતેની બેઠકોની માંગ કરી રહ્યું છે. પ્રથમ રાઉન્ડની બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું કે, અમે સીટ વહેંચણીને અંતિમ સ્વપ આપી રહ્યા છીએ. બંને પક્ષો આ ગઠબંધનના મહત્વપૂર્ણ ભાગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News