મારા લગ્ન મારા માસીની દીકરી સાથે જ થયા હતા. એ ભારત આવ્યા હતા અને મારા લગ્ન ભારતમાં જ થયા હું તો જન્મે ભારતીય જ છું પછી એક એક બે બે વર્ષના વિઝા વધતા ગયા અને મારે બાળકો થયા. 2022માં મારી પત્નીના વિઝા પુરા થયા..એટલે તેના વિઝા માટે અમે પાકિસ્તાન કરાચી આખો પરિવાર ગયા. પાસપોર્ટ રીન્યુ થયો 22 દિવસ વિઝા થયો. પણ બે દિવસની વાર હતી. પણ બે દિવસમાં બોર્ડર પાર કેમ કરવી વચ્ચે પ્રોબેલ્મ થાય તો એટલે અમે ફરી વિઝા મુક્યા તો આપ્યા જ નહીં. એટલે હું મારા બાળકોને લઇ ભારત આવ્યો. મને એમ કે થોડા દિવસમાં ફરી વિઝા મળી જશે પણ એ વાતને આજે ત્રણ વર્ષ વીતી ગયા છતાં વિઝા મળ્યા નથી...આ શબ્દો છે પાકિસ્તાનમાં ત્રણ વર્ષથી ફસાયેલી યુવતીના પતિ પરઝવેઝ શેખના.
હું પાકિસ્તાન અઢી મહિના રોકાયો
પરઝવેઝ શેખે વધુમાં જણાવ્યું હતું કે, હું દિલ્હી એમ્બેસી ગયો તો સરખો જવાબ મળ્યો નહિ. ઇસ્લામાબાદ એમ્બેસીએ કહ્યું અમારે તો દેવાનો જ છે તમે ભારતને કહો. ત્યાંથી એવો જવાબ મળે છે. ભારતમાંથી ઓકે થાય એટલે અમે કરી આપીએ. હું પાકિસ્તાન અઢી મહિના રોકાયો, મારા અને બાળકોના એક એક મહિનાના વિઝા અમારા વધાર્યા હતા. કરાચીના સોલદર બજારમાં રહે છે. મારો દીકરો દોઢ વર્ષનો હતો અને દીકરી પાંચ વરસની હતી. 2022માં હું ભારત લઇને આવ્યો આજે ત્રણ વર્ષ થઈ ગયા. મારો દીકરો ચાર વર્ષનો થયો એની માતાને મળ્યો નથી. આવી હાલત છે અમારી.. હાલ બન્ને સંતાનોને મારી બહેન સાચવી રહી છે. મારી માતા પેરેલાઇજ છે, અમે બહેનના ઘરે રહેવા આવી ગયા છીએ. કોણ ધ્યાન રાખે હું નોકરીએ જતો રહું, મારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દીકરી ત્રીજા ધોરણ અને દીકરો પહેલામાં આવશે. બધું મારી બહેન કરી રહી છે મારી માતા પથારીવશ વશ છે. તેની સેવા પણ મારી બહેન કરી રહી છે અમારો પરિવાર વિખાય ગયો છે સરકાર અમારી મદદ કરે એવી વિનતી છે.
હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો તૈયારી
ત્રણ વખત મેં એમ્બેસીમાં પેપરો મોકલ્યા પણ કોઈ જવાબ આપતું નથી. દિલ્હી પણ રૂબરૂ જતો આવ્યો છે. રાજકોટમાં કમિશનર કચેરી પણ અનેક વખત ગયો છે. ઇસ્લામાબાદ મોકલવા તૈયાર છે એ એમ કે છે કે તમે ભારતને કહો અમને ડોક્યુમેન્ટ મોકલે એટલે અમે આગળ વધીએ..મારી એટલી અપીલ છે ભારત સરકારને જે કાંઈ ડોક્યુમેન્ટ હોય એ હું આપવા તૈયાર છું. પણ મારી પત્ની મિલન કરાવી આપો મારી પાસે બધા આધાર પુરાવો છે. મારા લગ્નના ફોટો લગ્ન સર્ટિફિકેટ. મારા દીકરા આધાર કાર્ડ મારા આધાર કાર્ડ બધું મારી પાસે છે સરકારને બધા પુરાવા આપવા હું તૈયાર છું અને એમ્બેસીમાં આપેલા જ છે. ગમે એમ ભારત મોકલી દે બોર્ડર બંધ છે. બોર્ડર ક્યારે ખુલે કેમ ખબર પડે. ઓપરેશન સિંદૂરથી બધું કડક થઇ ગયું છે. પણ અમારો પરિવારનો શુ વાંક? મારા બાળકોનો શું વાંક? બેબીનું નામ સિફા છે. બાબો તેમુર છે. તેની માતાની આતુરતાથી રોજ રાહ જોવ છું. રસ્તા ખુલે તો હું ફરી કરાચી જવા તૈયાર છું. વકીલ મારફત કોર્ટનો સહારો લેવાની તૈયારી છે. ગમે એમ કરીને મારી પત્નીને અને બાળકોની માતાને ફરી ભારત લાવવા મારી તમામ તૈયારી છે. આ મુદ્દે મારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો તૈયારી છે.