શહેરમાં બુધવારે ઇન્દિરા સર્કલ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. જેમાં સિટી બસ હડફેટે બે મહિલા સહિત ચારના મોત થયા હતા. જયારે બાળકી સહિત પાંચને ઇજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં ઇલેકટ્રીક સિટી બસના ડ્રાઇવર શિશુપાલસિંહ દીલુભા રાણાને ગઈકાલે સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાતા ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછતાછમાં બસ ડ્રાઈવર શિશુપાસિંહે તેણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યેા હતો પરંતુ બ્રેક લાગી ન હોવાનું જ રટણ કયુ હતું. ચાલકનું લાયસન્સ એકસપાયર થઈ ગયું હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઇ ન હોય જેથી આ માટે કોની બેદરકારી તે નક્કી કરવા માટે પોલીસે સિટી બસ એજન્સીના જવાબદાર અધિકારીને તેડું મોકલ્યું છે. આજરોજ બપોર બાદ તેમનું નિવેદન નોંધી, બેદરકારી દાખવનાર વિદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યારે બસ ચાલકને આજ બપોર બાદ કોર્ટહવાલે કરી દેવામાં આવશે.
બુધવારે સવારના સુમારે ઇન્દિરા સર્કલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં ચાર વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ સિટી બસના ચાલક શિશુપાલસિંહને બસમાંથી બહાર ખેંચી ઢોર મારમાર્યેા હતો તેને બચાવવા વચ્ચે પડેલા ટ્રાફિક શાખાના પોલીસમેન સાથે પણ મારકૂટ કરી હતી. હત્પમલામાં ઘવાયેલા બસના ચાલક શિશુપાલસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અહીં પોલીસ જાો ગોઠવી દેવાયો હતો. અકસ્માતની આ ઘટના અંગે બસચાલક સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. દરમિયાન ગઈકાલે બપોર બાદ બસ ચાલકને હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.
બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બસ ચાલક શિશુપાલસિંહની પૂછતાછ કરતા તેણે બનાવ સમયે બ્રેક મારવાની કોશિશ કરી હતી પરંતુ બ્રેક લાગી હોવાની વાતનું જ રટણ ચાલુ રાખ્યું છે. આ બાબતે આરટીઓના રિપોર્ટ મુજબ બસમાં બ્રેક કે કોઇ મિકેનિલક ખામી ખામી ન હતી. ચાલક શિશુપાલ સિંહનું લાઇસન્સ એક મહિના પૂર્વે એકસપાયર થઈ ગયું હોવા છતાં આ બાબતે કોઈએ કેમ ખરાઈ ન કરી અને આ બેદરકારી દાખવા પાછળ કોણ તે નક્કી કરવા માટે આજે પીએમઆઈ અને તેના પેટા કોન્ટ્રાકટ કંપની વિશ્વમ એજન્સીના જવાબદાર અધિકારીનું પોલીસ નિવેદન લેશે જે નિવેદન લીધા બાદ આ બેદરકારી દાખાવવા પાછળ કોની જવાબદારી છે તે સ્પષ્ટ્ર થશે. ત્યારબાદ પોલીસ દ્રારા બેદરકારી દાખવનાર બસ એજન્સીના જવાબદાર અધિકારી કે કર્મચારી વિદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું પીઆઇએ જણાવ્યું હતું
ડ્રાઇવરનું લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOમાં રિપોર્ટ કરાશે
બુધવારે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ હેઠળ બે મહિલા સહિત ચારને કચડી નાખનાર સિટી બસચાલક શિશુપાલસિંહની પોલીસે ધરપકડ કરી હતી. દરમિયાન આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech