છેલ્લા ચારેક દિવસ પહેલા સાવરકુંડલા થી અમરેલી જે નેશનલ હાઈવે નં. ૩૫૧ છે તેમાં બળીયા હનુમાન મંદિરથી ચરખડિયા તરફ ફક્ત એક જ કિલોમીટરમાં માત્ર ૨૦૦ મીટરના અંતરે એક સાથે ચાર ચાર સ્પીડ બ્રેકર્સ ઉભા કરવામાં આવ્યો છે. કોઈપણ સાઈન બોર્ડ કે કોઈપણ ધારાધોરણ વગરના રાતોરાત ખડકી દેવાયેલા આ સ્પીડ બ્રેકર્સ થી રોજીંદી મુસાફરી કરતા બાઈક સવારો ધડાધડ પટકાય છે. ગઈકાલે અમરેલીના નાના ભંડારિયા ગામે રહેતા છગનભાઇ પુનાભાઇ માધડ અને પત્ની દયાબેનને બાઇકમાં બેસાડી જઇ રહ્યા હતાં ત્યારે હાઇવે પરના સ્પીડ બ્રેકર ઉ૫ર દંપતી ઉછળતા રસ્તામાં દૂર સુધી પટકાયા હતાં. જેમાં બન્નેને ઇજા થઇ હતી. બે દિવસ પહેલા પણ એક માલ ભરેલ ટ્રેક્ટર ટોલી સાથે અહીં પલટી ખાઈ ગયું હતું. અહીંથી પસાર થતાં મુસાફરોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે,
અમરેલી સાવરકુંડલા બાયપાસ જંકશન ઉપર સ્પીડબેકર્સની જરૂરિયાત છે ત્યાં છે જ નહીં અને જ્યાં જર નથી ત્યાં સ્પીડ બ્રેકર રાતો રાત બનાવી નાખવામાં આવ્યા છે જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આ બાબતે જિલ્લા કલેકટર અમરેલી, જિલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગ કચેરી અમરેલી અને કાર્યપાલક ઇજનેર કચેરી નેશનલ હાઇવે ઓથોરિટી રાજકોટને લેખિત પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech