હોસ્ટેલના બંધ રૂમમાંથી આવી રહ્યો હતો ચીસોનો અવાજ, નજારો જોઈને યુવતીઓ ગભરાઈ… ત્રણ વિરુદ્ધ FIR

  • September 20, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના મથુરામાં હોસ્ટેલ ઈન્ચાર્જ દ્વારા બી-ટેકની વિદ્યાર્થીનીને પહેલા રૂમમાં બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે પોલીસ એક્શનમાં આવી.


વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક વિદ્યાર્થીનીને માર મારવામાં આવી રહ્યો છે. પીડિત યુવતીની ચીસો સાંભળીને તેના મિત્રોએ બચાવી હતી. મામલો જૈન પોલીસ સ્ટેશન વિસ્તારના અજાઈ હાઈવે પર આવેલી લવી ગર્લ્સ હોસ્ટેલનો છે. એક ખાનગી યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરતી વિદ્યાર્થી કીર્તિ સેંગર આ હોસ્ટેલમાં રહેતી હતી.


તેણે કહ્યું- હું મૂળ હાથરસ જિલ્લાની છું. ઓગસ્ટ 2022 થી આ ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું. પરંતુ મંગળવારે સાંજે તે હોસ્ટેલ ખાલી કરીને હિસાબ પતાવીને બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહી હતી. ત્યારે ત્યાં રહેતી વોર્ડન રૂબીના સાથે થોડી માથાકૂટ થઇ હતી. આના પર મેં તેને જવાબ આપ્યો. બસ આ કારણે હોસ્ટેલ માલિક અને વોર્ડન મારા પર ગુસ્સે થયા અને તેણે મારા પર હુમલો કર્યો.


મિત્રોએ આવીને મને બચાવી

પીડિતાએ કહ્યું- 'પહેલા ઝઘડો થયો હતો. ત્યારબાદ મામલો વધી ગયો હતો. હોસ્ટેલ ઈન્ચાર્જ જયપાલ, તેનો ભાઈ અને વોર્ડન રૂબી ત્રણેયએ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને મને માર મારવા લાગ્યા હતા. હું એકલી હતી અને તે ત્રણ લોકો હતા. હું મદદ માટે ચીસો પાડવા લાગી. પછી મારી ફ્રેન્ડ્સ મોહિની, આસ્થા, ખુશી અને હોસ્ટેલની બીજી છોકરીઓ અહીં આવી પહોંચી હતી. તે પણ આ બધું જોઈને ગભરાઈ ગઈ. પરંતુ તેમ છતાં તેણે મને બચાવી હતી.


ત્રણ લોકો સામે FIR


ત્યાં હાજર કેટલીક યુવતીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ અંગે પીડિતાએ તેના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં સુધીમાં આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ યુવતી અને તેના પરિવારજનોએ ફરીવાર આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું- યુવતીની ફરિયાદ પર ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અમારી પાસે વાયરલ વીડિયો પણ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application