પશ્ચિમ ત્રિપુરામાંથી એક અત્યતં હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૬૨ વર્ષીય મહિલાને તેના બે પુત્રોએ ઝાડ સાથે બાંધીને કથિત રીતે જીવતી સળગાવી દીધી હતી.જેના પગલે માતાનું કણ મોત નીપયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી તેમજ બન્ને પુત્રોની ધરપકડ કરી હતી. જેમને આજે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
પોલીસે જણાવ્યું કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને શંકા છે કે આ ગુનો પારિવારિક વિવાદને કારણે થયો છે. જો કે વધુ વિગત તો પોલીસ તપાસ બાદ સામે આવશે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી. આશરે દોઢ વર્ષ પહેલા પતિનું અવસાન થતાં મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે.
જીરાનિયાના સબ–ડિવિઝનલ પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું હતું કે, મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ, પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
અમે તેમના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી છે. તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ પોલીસકર્મીઓ પાસેથી ન્યાયની માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech