શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણાગરમાં રહેતા સફાઈ કામદાર મહિલાના દીકરાનો ભરણપોષણનો કોર્ટમાં કેસ ચાલતો હોય જે બાબતનો ખાર રાખી તેના સસરા,સાળા સહિતનાએ ઘરમાં ઘૂસી ટીવી અને બારીના કાચમાં તોડફોડ કરી હતી બાદમાં આ શખસોએ મહિલાને ધક્કો મારી પછાડી દઇ તેમને ઈજા પહોંચાડી હતી. આ અંગે સફાઈ કામદાર પ્રૌઢાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જામનગર રોડ પર પરસાણાનગર શેરી નંબર ૬ માં રહેતા સફાઈ કામદાર મનુબેન મહેન્દ્રભાઈ શિંગાળા (ઉ.વ ૫૬) નામના મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના વેવાઈ હિતેશ કાનજીભાઈ ગડીયલ તેના પુત્રો મિલન,સંદિપ અને સાગરના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે. પુત્ર નું નામ મહેશ(ઉ.વ ૨૪) છે જેના લ ત્રણ વર્ષ પૂર્વે હિતેશભાઈ ગડીયલની દીકરી ખુશાલી સાથે થયા હતા જેના થકી સંતાનમાં એક પુત્ર છે. પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બે વર્ષથી ખુશાલી તેના માવતરના ઘરે જતી રહી છે અને ફરિયાદીના પુત્ર પર ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે. જે કેસમાં સમાધાન માટે પુત્રવધુ ખુશાલી અવારનવાર પિયા ૧૦ લાખની માંગણી કરે છે.
દરમિયાન આ કેસ બાબતેનો ખાર રાખી ગત તારીખ ૧૧૧૦ ના રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ ફરિયાદી ઘરે સુતા હતા ત્યારે બહાર ઝઘડાનો અવાજ આવતા તેઓએ બહાર જોતા તેમના દીકરા મહેશભાઈ સાથે તેના સસરા હિતેશભાઈ તેનો સાળો મિલન તથા સાગર અને સંદીપ બોલાચાલી કરી ઝપાઝપી કરતા હતા જેથી મનુબેન તેમને ઝઘડો ન કરવા સમજાવવા જતા આ શખસોએ ઉશ્કેરાઈ મહેશને ધક્કો મારી ગાળો આપી ઘરમાં ઘૂસી ગયા હતા અને મહેશને અંદરના મમાં પૂરી દઇ દરવાજો બહારથી બધં કરી દીધો હતો.
મનુબેન તેમને સમજાવવા જતા હિતેશે તેને પણ ધક્કો મારી પછાડી દેતા તેમને ઈજા પહોંચાડી હતી બાદમાં મિલને ઘરમાં ટીવી તથા બારીનો કાચ તોડી નુકસાન કયુ હતું અને જતા રહ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ તેના પુત્રને દરવાજો ખોલી બહાર કાઢો હતો ધક્કો મારતા મહિલાને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે ચારે શકશો સામે ગુનો નથી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech