જામનગરના રિક્ષા ચાલકના પુત્રએ કુસ્તીમાં નેપાળમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

  • March 16, 2021 10:08 AM 

જામનગરમાં નાનપણથી સ્પોર્ટસમાં રુચિ રાખનાર રિક્ષા ચાલક રમેશ પરમારના સાવ સામાન્ય એવા ગરીબ પરિવારમાંથી આવતા સંજય પરમારે કુસ્તી અને યોગમાં ધ્યાન આપવાનું શરુ કર્યું હતું અને તાજેતરમાં રાજકોટ ખાતે નેશનલ સ્પોર્ટસનું આયોજન થયેલ હતું જેમાં ગોલ્ડ મેડલ મેળવી નેપાળ ખાતે યોજાયેલ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું સદભાગ્ય સાપડેલ હતું, ત્યારે નેપાળ જવાના અંદાજિત 30 હજારના ખર્ચના પણ શાશા હતા, ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, હિતેશ ભાનુશાલી, સમન પવાર, કરશન ધેયાળા અને પરિવારનો સહયોગ મળતા અંતે તે અને જામનગરના અન્ય ચાર યુવાનો અને બે યુવતીઓ નેપાળ પહોચિયા હતા, જેમાં કુસ્તીમાં ૫૭ કી.ગ્રા. માં સંજય પરમારે ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરેલ હતું, તેવીજ રીતે ૭૦ કી.ગ્રા. માં સોઢા અનિરુદ્ધસિંહને ગોલ્ડ અને યોગમાં જાડેજા ગાયત્રીબા અમરસિંહને ગોલ્ડમેડલ મળેલ હતો, ભારતમાંથી 100 લોકોને નેપાળના પોખરા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ અને સફળતા મેળવી હતી .

સંજય પરમાર હાલ ગરીબ બસ્તીમાં રહેતા 50 બાળકોને અભ્યાસ કરાવે છે, ઉપરાંત દીકરીઓને સેલ્ફ ડિફેન્સની વિના મૂલ્યે તાલીમ આપે છે અને ગુજરાત સરકાર દ્વારા યોગના પણ માન્ય ટીચર તરીકે સેવા આપે છે, તેવીજ રીતે ગાયત્રીબા અને અનીરુધસિહ પણ વિવિધ સેવાઓમાં યોગદાન આપે છે અને હજુ પણ આગળ ઉપર ભારત માટે મેડલો મેળવવાની ખવાઈશ ધરાવે છે, હાલ તો જામનગરનું નામ પણ રોશન કરેલ હોય હજુ વધુને વધુ આગળ વધે તેવી સાંસદ પૂનમબેન માડમે પણ શુભેચ્છા પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS