પિતાના મૃત્યુના અગિયારમાં દિવસે પુત્રએ પણ પકડી અનંતની વાટ

  • April 20, 2021 01:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાનો કરુણ બનાવ: કાળમુખા કોરોનાનો વધતો જતો કહેર
ખંભાળિયા પંથકમાં કાળમુખો કોરોના પોતાનો વિકરાળ પંજો વધુને વધુ પ્રસરાવી રહ્યો છે. કોરોનાના કારણે અનેક પરિવારના મોભીઓ તથા જુવાનજોધ, આશાસ્પદ યુવાનના મૃત્યુના બનાવો દિવસે- દિવસે સામે આવી રહ્યા છે. આવો એક કરુણ બનાવ ખંભાળિયામાં ગઈકાલે એક રઘુવંશી પરિવારમાં બન્યો છે. જેમાં વયોવૃદ્ધ પિતાના મૃત્યુના અગિયારમા દિવસે ગઈકાલે રવિવારે તેમના જુવાનજોધ પુત્રનું પણ કોરોના સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું.

આ કરુણ બનાવની વિગત મુજબ ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા 66 વર્ષીય કાલિદાસ માધવજીભાઈ બારાઈ (કારૂભાઈ માસ્તર)નું ગત તારીખ 7ના રોજ કોરોનાની બીમારી દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમની તમામ લૌકિક ક્રિયાઓ હજી સંપન્ન થઈ ન હતી, તે દરમિયાન તેમના જુવાનજોધ પુત્ર જીગ્નેશભાઈ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા અને ગઈકાલે રવિવારે તેમણે પણ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. કોરોનાના કારણે ટૂંકા સમયગાળામાં એક જ પરિવારના બે સદસ્યોના થયેલા મૃત્યુના આ બનાવે રઘુવંશી સમાજ સાથે સમગ્ર શહેરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS