થોરાળામાં ૧૬ પેટી (દારૂ)ને સાપ સૂંઘી ગયો ?

  • March 27, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસની એવી છાપ ઉપસી ગઇ છે કે (બધા સરખા પણ નથી હોતા)....પડે એટલે ચપટી ધૂળ તો લે જ. કયાંક તો કદાચ સીધા ઢગલે જ ધીંગાણા થઇ જતાં હશે. થોરાળા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા હાથ આવેલી ૧૬ પેટી (દારૂ)ને સાપ સુંઘી ગયો કે શું ? ની માફક ભારે ચર્ચા વહેતી થઇ છે કે આ પેટીઓ તો પકડનારાઓ લઇ ગયા સાથે પેટીઓ નહીં બતાવવાની પણ બે પેટી (ભૂકકા)માં ગોઠવણ થઇ ગઇ હતી.

થોરાળા વિસ્તારમાં આમેય દેશી કે વિદેશી બન્ને દારૂનું નેટવર્ક વધુ ફેલાયેલુ છે. પોલીસ એકિટવ રહેતી હશે અને દારૂ પકડતી પણ હશે. આમ છતાં ધંધાર્થીઓ કદાચ પોલીસથી સવાયા અને કાં તો ડર ન હોય તેમ છૂટીને કે ગોઠવીને ફરી એને એ જ દારૂના ધંધે જ ચડેલા રહે છે. પાસા કરવામાં આવે તો પણ બુટલેગરો સુધરતા નથી ને પોલીસના પાસા અવળાને અવળા રહે છે. એક, બે, એથી વધુ વખત પકડાયા બાદ તો કદાચ પોલીસ સાથે પણ પરિચય કે સંપર્કેા વધી જતાં હશે. કોઇને કોઇ તો હાથ પકડનારુ મળી રહેતું હશે.

થોરાળા વિસ્તારમાં થોડા દિવસ પહેલા હાથ આવેલી દારૂની પેટીઓમાં પણ આવું જ કાંઇક બન્યુ હશે. ધંધાર્થીનો હાથ પકડનાર કે પરિચિત કોઇને કોઇ નીકળ્યા હશે અથવા તો સમાધાન કે ગોઠવણ થઇ હશે. પોલીસને દારૂની પેટીઓ મળ્યા બાદ ૧૬ પેટી બારોબાર કપાઇ ગઇ હતી કે શું ? સાપ સૂંઘી ગયો હશે ? એવી પણ વાત છે કે ૧૬ પેટી નહીં બતાવવા માટે ધંધાર્થીએ અલગથી બે પેટી રોકડીયુ મહેનતાણું પણ ચૂકવવું પડયું હતું.
પોલીસ માલ પકડે એટલે બાતમીદારો કે સબંધો સાચવવા કે આવા કોઇ કારણે સાથે થોડુઘણું તા ેઆવું પાછું કરી લેતી હશેની છાપ છે પણ આખે આખો કોળા જ (બધો માલ જ) ગળકી જાય તેવું થતું હોય તો બુટલેગરોને બ્રેક ન જ આવી શકે.


થોરાળા વિસ્તારમાં ૧૬ પેટી દારૂને સાપ સૂંઘી ગયો (સગેવગે થઇ ગઇ) અને બે પેટી ભૂકકો નિવૈધની ઉકેલી વાતમાં તથ્ય કે સત્ય શું તે તો હજી આવું કાંઇ ઓનપેપર નથી એટલે ચર્ચારૂપ કે અફવા જ ગણવી પડે. પણ જો આવું થતું હોય તો સવાલ એ પણ છે કે શું સગેવગે થતો કે કરાતો જથ્થો પોલીસ અન્ય બુટલેગર, ધંધાર્થીઓને ઉભા સોદા સાથે વેચવા આપી દેતી હશે ! રોકડી કરી લેવાતી હશે ? આવું થતું હોય તો બુટલેગરો અને આવું કરનારા લાલચીઓમાં શું ફર્ક ? પાંચેય આંગળીઓની માફક બધા સરખા પણ નથી હોતા. ગણ્યા ગાઠયા લાલચીઓને કારણે નિ ાવાન અસંખ્ય પોલીસકર્મીઓને પણ સહન કરવું પડતું હશે.


દારૂબંધી પોલીસ માટે 'કડક છાપ' મેળવવાની મધપૂડારૂપ કામગીરી !
દારૂબંધી એ પોલીસ માટે કડકાઇ ભરી અને 'કડક છાપ' મેળવવા જેવી મહત્વપૂર્ણ કામગીરી બની રહે છે. દારૂ પકડાયને સેટિંગ ન થાય તેવું કદાચિત ભાગ્યે જ બનતું હોય શકે. સાવ ન બતાવવા, ઓછું, અધકુ બતાવવું, શું બતાવવું શું નહીં ? તે જુદા જુદા ગણિત આકં મંડાતા હોય છે. દારૂ બુટલેગરો, ધંધાર્થીઓને તો માલમાલ કરી દેતો હશે, સાથે લેનારી લાલચૂ પોલીસને પણ આ લપસણી આવક મધલાળ કે મધપૂડો બની ગઇ હશે તો જ આવુ બધુ ચાલ્યા કરતું હશે ને ? એવી પણ ચર્ચા કે સવાલ હશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application