સતત બીજા દિવસે પણ શહેરમાં વષર્રિાણીનું ધીમી ધારે આગમન

  • June 19, 2021 11:18 AM 

ગઈકાલે બપોરે જામનગર શહેરમાં વષર્રિાણીનું ધીમી ધારે આગમન થયું હતું. ગઈકાલે થયેલાં આગમનમાં અમુક વિસ્તારમાં ધોધમાર તો અમુક વિસ્તારમાં ઝાપટા સ્વપે વરસાદ થયો હતો. જ્યારે આજે સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને 10 વાગ્યાની આસપાસ ધીમી ધારે વરસાદ શ થતાં શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. છેલ્લા ઘણાં સમયથી નગરજનો ઉકળાટથી ત્રસ્ત હતાં, જે ગઈકાલ અને આજના વરસાદના કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. પ્રથમ વરસાદનો આનંદ પણ ગઈકાલે અબાલ વૃદ્ધ સૌકોએ લીધો હતો. છેલ્લા ઘણાં વર્ષથી જામનગર શહેર હંમેશા વરસાદમાં પાછળ જ રહ્યું છે. ગઈકાલે જિલ્લાના લાલપુર તાલુકો, જામજોધપુર તાલુકોમાં વરસાદ સારો એવો વરસ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS