લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુકયું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ મેના રોજ થવાનું છે. આજે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. આ સમયગાળા દરમિયાન, આઠ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. બિહાર, હરિયાણા, જમ્મુ–કાશ્મીર, ઝારખંડ, દિલ્હી, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૨૫ મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન ચૂંટણી મેદાનમાં ઉતરેલા મોટાભાગના ઉમેદવારો હરિયાણાના છે. હરિયાણામાં ૧૦ સીટો માટે ૨૩૯ ઉમેદવારો મેદાનમાં છે.
છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ યુપીના સુલતાનપુર, પ્રતાપગઢ, ફલપુર, પ્રયાગરાજ, આંબેડકરનગર, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, બસ્તી, સતં કબીરનગર, લાલગંજ, આઝમગઢ, જાૈનપુર, મચ્છીલીશહરમાં મતદાન થશે. બિહારના વાલ્મીકીનગર, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિયોહર, વૈશાલી, ગોપાલગંજ, સિવાન અને મહારાજગંજમાં મતદાન થશે. હરિયાણાના અંબાલા, કુક્ષેત્ર, સિરસા, હિસાર, કરનાલ, સોનીપત, રોહતક, ભિવાની–મહેન્દ્રગઢ, ગુડગાંવ અને ફરીદાબાદમાં મતદાન થશે. આ દરમિયાન જમ્મુ–કાશ્મીરની અનંતનાગ–રાજાૈરી લોકસભા સીટ પર મતદાન થશે. ઝારખંડના ગિરિડીહ, ધનબાદ, રાંચી અને જમશેદપુરમાં મતદાન થશે. ઓડિશાના સંબલપુર, કેઓંઝર, ઢેંકનાલ, કટક, પુરી, ભુવનેશ્વર અને પશ્ચિમ બંગાળની તમલુક, કાંથી, ઘાટલ, ઝારગ્રામ, મેદિનીપુર, પુલિયા, બાંકુરા, બિષ્ણુપુર બેઠકો પર મતદાન થશે
૯૦૦ ઉમેદવારો લડશે ચૂંટણી જંગ
અન્ય રાયોની વાત કરીએ તો બિહારની ૮ સીટો માટે ૮૯ ઉમેદવારો મેદાનમાં છે. જમ્મુ–કાશ્મીરમાં એક સીટ માટે મતદાન થશે. ઝારખંડમાં ૪ બેઠકો માટે ૯૬ ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીની ૭ બેઠકો માટે ૧૬૬ ઉમેદવારો મેદાનમાં છે. ઓડિશામાં ૬ સીટો માટે ૬૫ ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાં ૧૪ બેઠકો માટે ૧૬૪ ઉમેદવારો મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં ૮ બેઠકો માટે ૮૧ ઉમેદવારો મેદાનમાં છે. આ રીતે છઠ્ઠા તબક્કામાં ૫૮ બેઠકો માટે કુલ ૯૦૦ ઉમેદવારો મેદાનમાં છે.
૭૨ કલાક માટે ભારત–નેપાળ સરહદ સીલ
છઠ્ઠા તબક્કામાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને શિવહરમાં મતદાન થવાનું છે. આ ત્રણેય લોકસભા મતવિસ્તાર નેપાળની સરહદ સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચની સૂચના પર, મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ભારત–નેપાળ સરહદ ૨૫ મે સાંજે ૬ વાગ્યા સુધી ૭૨ કલાક માટે સીલ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech