ફરીથી કોરોના વકરી શકે એવા છે મુંબઈની લોકલટ્રેનનાં હાલ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીમાં દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય એટલે મહારાષ્ટ્ર. લોકલ ટ્રેનના શહેર ગણાતા મુંબઈમાં કોરોના સતત વધી રહ્યો છે ત્યારે લોકલટ્રેનમાં મુસાફરી કરતા મુંબઈવાસીઓના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યાં છે.

 

સોશિયલ મીડિયા પર એવા અનેક વિડિયો વાયરલ થઈ રહ્યાં છે જેમાં ટ્રેનોમાં મુસાફરોની ભીડ જોવા મળે છે. મુસાફરો એકબીજા સાથે ધક્કામુકી કરીને ટ્રેનમાં ઉભેલા જોવા મળે છે. જેવી ભીડ કોરોનાકાળ પહેલા જોવા મળતી હતી એવી જ ભીડ ફરીથી મુંબઈની લોકલ ટ્રેનમાં જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા જ ઉડી ગયેલા દેખાય છે. જો કે લોકલ ટ્રેનમાં ભીડ વચ્ચે પણ મુસાફરોના ચહેરા પર માસ્ક જોવા મળે છે.

 

ઉલ્લેખનીય છે કે અનલોકની પ્રક્રિયા બાદ ફરીથી મુંબઈ બિઝનેસને લઈને સામન્ય હાલાતમાં આવવાની કોશિશ કરી રહ્યું છે. જો કે મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડના દ્રશ્યો જોઈને ફરીથી કોરોના પોતાની જાળ ફેલાવી શકે એવી આશંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આવા વિડિયોમાં લોકો ખૂબ આકરી કમેન્ટ કરતા જોવા મળ્યાં છે. કોરોનામાં મુંબઈની સ્થિતિ શરૂઆતથી ગંભીર રહી છે અને ડેઠ રેટ પણ ઉંચો રહ્યો છે ત્યારે મુંબઈવાસીઓએ જ ધ્યાન રાખવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS