ખંભાળિયા લાયનેસ ક્લબ દ્વારા એવોર્ડ નાઈટમાં બહેનોને પુરસ્કૃત કરાયા

  • April 06, 2021 07:18 PM 

મહિલાઓ માટે વિનામુલ્યે નિદાન- સારવાર કેમ્પ પણ યોજાયો

ખંભાળિયાની જાણીતી મહિલા સેવા સંસ્થા લાયનેસ ક્લબના ઉપક્રમે તાજેતરમાં એવોર્ડ નાઈટ તથા વિનામુલ્યે ઓર્થોપેડિક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.

લાયનેસ ક્લબના ઉપક્રમે અત્રે શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે યોજવામાં આવેલ એવોર્ડ નાઈટ કાર્યક્રમમાં પી.ડી.જી. ધીરેનભાઈ બદિયાણીના હસ્તે સંસ્થા દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટમાં નોંધપાત્ર સેવા આપનાર 36 બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ સ્થળે જાણીતા ઓર્થોપેડીક તબીબ ડોક્ટર રાજેશભાઈ બદીયાણી દ્વારા મહિલાઓને ગોઠણના દુખાવા સહિતના રોગોનું વિનામૂલ્યે નિદાન સાથે જરૂરી સારવાર કરવામાં આવી હતી.

આ સમગ્ર આયોજન માટે સંસ્થાના પ્રમુખ રૂપાબેન બરછા, સેક્રેટરી હેતલબેન સવજાણી, ટ્રેઝરર બ્રિંદાબેન બરછા સહિતના હોદેદારો- કાર્યકરો સાથે રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS