વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્ય સરકાર સાથે કંપની દ્વારા થયા એમઓયુ: ગોવાની જેમ ક્રુઝમાં બેસાડીને ડોલ્ફીન સાઇટ સુધી લઇ જવામાં આવશે: ર૦ કરોડના કરાર
ચાર ધામ પૈકીના એક એવા દ્વારકાના દરિયામાં આગામી સમયમાં ગોવા જેવી ડોલ્ફીન ક્રુઝની મજા પ્રવાસીઓને માણવા મળશે, કારણ કે ગાંધીનગર ખાતેની વાયબ્રન્ટ ગુજરાતની સમિટમાં રાજ્ય સરકાર સાથે કંપની દ્વારા રુા. ર૦ કરોડના કરાર કરવામાં આવ્યા છે અને આ રીતે દેવભૂમિ દ્વારકાને વધુ એક નજરાણું મળશે.
અત્રે નોંધનીય છે કે, બેટ-દ્વારકા માટે બનેલા સીગ્નેચર બ્રીજનું કામ પૂર્ણ થઇ ગયું છે, દરિયા ઉપર ઉભેલા આ બ્રીજનો નજારો માણવો પણ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે યાદગાર બની રહેશે, મુંબઇની સી લીન્ક જ્યારે બન્યું ત્યારે દેશભરમાંથી લોકો જોવા ગયા હતા, એ જ રીતે સીગ્નેચર બ્રીજ કે જેનું થોડા સમયમાં જ સંભવત: લોકાર્પણ થઇ જશે, એ પણ લોકોમાં જબરા આકર્ષણ સમાન રહેશે, આ સંજોગો વચ્ચે ક્રુઝ દ્વારા ડોલ્ફીન સાઇટ દેખાડવાના પ્રોજેકટનો જ્યારે પ્રારંભ થશે ત્યારે પ્રવાસીઓને આકર્ષણનું વધુ એક માઘ્યમ ઉપલબ્ધ બનશે.
જાણવા મળ્યા મુજબ દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરુ કરાશે. જે માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાશે. ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવવાની તૈયારીમાં છે. ઈકો ટૂરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવશે. જેમાં નેચરાલિસ્ટ ડોલ્ફિન્સની વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપશે. આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે એમઓયુ કરશે. જે સંભવિત રીતે આ ક્રુઝની શરુઆત માર્ચ મહિનાથી થશે.
ક્રૂઝનાં પ્રવાસીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ડોલફીન એરિયામાં ક્રૂઝમાં બેસીને ડોલફીન જોઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦થી વધુ લોકોને રોજગારી મળે તેવો પ્રયાસ કરશે.
જામનગર શહેર-જિલ્લાના હજારો લોકો ગોવા ગયા હશે અને ત્યાં ડોલ્ફીન સાઇટ જોવાનો આનંદ લગભગ બધાએ માણ્યો હશે, તેના માટે જબં આકર્ષણ રહે છે, વિશેષ પ્રકારની બોટમાં બેસાડીને લોકોને લગભગ દોઢ કલાક સુધીની દરિયાની સફર કરાવવામાં આવે છે અને જ્યાં ડોલ્ફીન જોવા મળે છે ત્યાં સુધી લઇ જવામાં આવે છે.
દ્વારકામાં જે ક્રૂઝ સર્વિસ શરુ થવાની છે, તે પણ આ જ પ્રકારે નિયત પોઇન્ટ પરથી પ્રવાસીઓને ક્રૂઝમાં બેસાડશે, ત્યારબાદ અરબી સમુદ્રમાં દૂર દૂર સુધી લઇ જવામાં આવશે, અત્રે નોંધનીય છે કે રોઝી બંદરથી પીરોટન ટાપુ જતી વખતે પણ દરિયામાં ડોલ્ફીનનો નજારો જોવા મળતો હોય છે, આમ દ્વારકાના દરિયા નજીક ઘણી બધી ડોલ્ફીન માછલીઓએ મુકામ કરેલો છે, એ બાબત લાંબા સમયથી લોકો જાણે છે, પરંતુ સુવિધા નહીં હોવાના કારણે ડોલ્ફીનનો નજારો જોઇ શકતા નથી.
હવે આ શક્ય બનવા જઇ રહ્યું છે અને જોવા જેવી ડોલ્ફીન સાઇટ દ્વારકાના દરિયામાં પણ આકાર લેવા જઇ રહી છે, બે-ત્રણ માસમાં આ સેવા શરુ થઇ જવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, દ્વારકાના ક્યાં પોઇન્ટ પરથી યાત્રાળુઓને-પ્રવાસીઓને પીકઅપ-ડ્રોપ કરવામાં આવશે તે હવે પછી જાણવા મળશે, પરંતુ એક બાબત નક્કી છે કે, દેવભૂમિ દ્વારકા માટે ડોલ્ફીન સાઇટ પણ એક નજરાણું બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech