BREAKING NEWS

હોર્મુઝમાં જે જહાજ ઉપર હુમલો થયો તે ગુજરાતના દહેજ પોર્ટ આવતું હતું

  • July 08, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કતારના હોર્મુઝ નજીક લાંગરેલા એલએનજી જહાજ પર સોમવારે કરવામાં આવેલા શંકાસ્પદ ડ્રોન હુમલા અંગે ચોકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. આ જહાજમાં ચાર ભારતીય સહીત ૨૯ લોકો સવાર હતા અને આ જહાજ ગુજરાતના દહેજ જઈ રહ્યું હતું. જો કે અધિકારીઓ માને છે કે બધા નાગરિકો સુરક્ષિત છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.



સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, એલએનજી અલ રેકાયત જહાજ પર હોર્મુઝમાં ઓમાનના અખાત નજીક હુમલો કરવામાં આવ્યો હતો. હાલની માહિતી અનુસાર, જહાજને નોંધપાત્ર નુકસાન થયું છે જયારે તમામ સભ્યો સુરક્ષિત છે ડ્રોન હત્પમલાથી એન્જિન મમાં આગ લાગી હતી. જેના કારણે ધુમાડો થયો હતો.


આ હુમલો ઈરાને કર્યેા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઘટના એવા સમયે બની હતી કે યારે ઈરાન તેના સર્વેાચ્ચ નેતા, આયાતુલ્લાહ ખામેનેઈને વિદાય આપી રહ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ વૈશ્વિક માર્ગ છે. કતારે આ હત્પમલાઓ માટે ઈરાનને દોષી ઠેરવ્યો છે. કતારે દરિયાઈ નેવિગેશન સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને આ હત્પમલાઓને આંતરરાષ્ટ્ર્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.કતારે એક નિવેદન જારી કરીને માંગ કરી છે કે ઈરાન ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન તાત્કાલિક આવી પ્રવૃત્તિઓ બધં કરે. આ પ્રદેશની સુરક્ષાને નબળી પાડે છે અને આંતરરાષ્ટ્ર્રીય દરિયાઈ નેવિગેશનની સલામતી માટે ખતરો ઉભો કરે છે. કતારી જહાજ પરના આ હુમલાથી ફરી એકવાર મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ બગડવાનું જોખમ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application