ધ્રોલમાં આજે બપોરે થોડીવાર માટે પડછાયો ગાયબ થયો

  • June 05, 2021 11:32 AM 

લોકોએ અનુભવ્યો ઝીરો શેડો ડેનો કુદરતી નજારો

લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા તેને ઘેર બેઠા જોવાની અને અનુભૂતિ કરવાની વ્યવસ્થા ઝુમ એપ અને યુટયુબના માધ્યમથી તા. 5ના બપોરે 12 થી 1 સુધી કર્યુ હતું. વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે. જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીએ નમીને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દીશામાં અને દક્ષિણાયનની દીશા ચોક્કસ અંતરે +23.5 કકઁવૃત અને -23.5 મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેક્ધડ માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. જુદા જુદા સ્થાન માટે આ તારીખો અલગ અલગ હોય છે.

ધ્રોલ શહેરમાં તા. 5ના રોજ પડછાયો અદ્શ્ય થતો દેખાશે. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અક્ષાંસ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયનને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબ રૂપે પડે છે. ધ્રોલના અક્ષાંસ 22.562  અને રેખાંશ 70.422  છે. એટલે ધ્રોલમાં ઝીરો શેડો ડેનો સમય 12.47 વાગ્યે તા. 5ના રોજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ ક્ષણિક પોતાનો પડછાયો પગ નીચે આવ્યાનો રોમાંચક અનુભવ કર્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયા, ડો. સંજય પંડ્યા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS