તા.૨૮ને સોમવારથી દિવાળીના તહેવારોની શ્રુંખલાનો પ્રારંભ થશે. જેમાં સોમવારે રમા એકાદશી અને વાઘબારસ,મંગળવારે ધનતેરસ, બુધવારે કાળીચૌદશ, ગુરૂવારે દિવાળી, શુક્રવારે પડતર દિવસ, શનિવારે નૂતન વર્ષ અને રવિવારે ભાઈબીજ, તા.૬ નવેમ્બરને બુધવારે લાભપાંચમ પર્વ મનાવવામાં આવશે. લોકોમાં દિવાળી પર્વના તહેવારોને મનાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવાળી તહેવારોની શૃંખલામાં તા.૨૮ને સોમવારે સવારે રમા એકાદશી પર્વ છે. જ્યારે બપોર બાદ વાઘબારસ પર્વ મનાવવામાં આવશે. તારીખ ૨૯ને શુક્રવારે ધનતેરસ પર્વની ઉજવણી થશે.જેમાં લક્ષ્મી પૂજન તેમજ સોના ચાંદીના દાગીના, વાહનો,મકાન ઇલેક્ટ્રોનિકસના ઉપકરણો વગેરેની ખરીદી કરવામાં આવશે.ભાવનગર શહેરના વોરાબજારમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડશે.લોકો વિધિપૂર્વક લક્ષ્મીજીનું પૂજન કરશે. તારીખ ૩૦ને બુધવારે કાળી ચૌદશપર્વ મનાવવામાં આવશે.લોકો હનુમાનજીને લાડુ અને વડા ધરાવશે. તેમજ ચાર ચોકમાં વડા મૂકી કકળાટ કાઢશે. કાળી ચૌદશની રાત્રે અનેક લોકો કેટલીક વિદ્યા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સ્મશાનમાં સાધના કરશે. તા.૩૧ને ગુરૂવારે બપોર બાદ દિવાળી પર્વ મનાવવા માં આવશે.વેપારીઓ ચોપડા પૂજન કરશે અને લક્ષ્મી પૂજન કરશે.દિવાળીની રાત્રે લોકો સપરિવાર બજારમાં ફરવા નીકળશે.મોડી રાત્રિ સુધી લોકો ફટાકડા ફોડશે.દિવાળી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સુંદર રોશની કરવામાં આવી છે.તા.૩૧ને શુક્રવારે પડતર દિવસ એટલે કે ધોકો રહેશે. તારીખ ૨ને શનિવારે બેસતુ વર્ષ મનાવવામાં આવશે જેમાં પેઢી ખોલવા તેમજ મિતિ નાખવા માટે વહેલી સવારે ૪.૩૦થી ૬ વાગ્યા સુધી તેમજ સવારે ૮.૧૦થી ૯.૩૫ વાગ્યા સુધીનું શુભ મુરત છે. બેસતાં વર્ષે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવશે. સ્નેહીઓ, પરિચિતો અને મિત્રવર્તુળના ઘેર જશે. તા.૩ને રવિવારે ભાઈબીજ પર્વ છે. જેમાં બહેનો તેમના ઘેર ભાઈને ભોજન માટે આમંત્રણ આપશે. ભાઈ બહેનના ઘેર જઈ ભોજન કરશે અને બહેનને ભેટ આપશે.તા.૬ને બુધવારે લાભપાંચમ પર્વની ઉજવણી કરવામાં આવશે.આમ, રમા એકાદશીથી લાભપાંચમ સુધી દિવાળી તહેવારોની શૃંખલા ચાલશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech