ખેતીની જમીન ઉપર બેંકના બોજા અંગેની બીજી વખત રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડી શકાય નહીં

  • July 19, 2021 09:57 AM 

જામનગર તાલુકાના જગાના ખેડુત ખાતેદાર દ્વારા જેતે સમયે ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. એગ્રીકલ્ચર એન્ડ રલ બેંક જામનગરમાંથી તેમની જમીન ગીરવે મુકી તેમની ઉપર ખેતીની જમીનના વિકાસ માટે લોન મેળવેલ અનેતે માટે જરી કરાર ખત કરી આપેલ હતાત્યારબાદ ખાતેદાર દ્વારા લોનની ભરપાઇ કરી આપતા જેતે સમયે બેંકના જેતે કર્મચારી દ્વારા નો ડયુ સર્ટીીકેટ આપવામાં તેના આધારે રેવન્યુ ઓથોરીટી દ્વારા ખેડુતની ખેતીની જમીનમાંથી ગુજરાત સ્ટેટ કો.ઓપે.ડ એગ્રી. બેંકનો બોજા દુર કરી બોજા મુકિતની નોંધ પાડવામાં આવતા બેંકનો બોજો દુર થયેલ.

ત્યારબાદ હાલમાં તાજેતરમાં ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. એગ્રીકલ્ચર એન્ડ રલ બેંક જામનગરમાં જેતે સમયના કર્મચારી દ્વારા બેંકમાં કરોડો પિયાની ઉચાપત કરી કૌભાંડ કરી બેંક તથા ખેડુતો સાથે છેતરપીંડી કરેલ ઘ્યાનમાં આવતા બેંકને જામનગર જિલ્લાના અનેક ખેડુતોની જમીનમાંથી બેંકની બોજા મુકતી નોંધ થયેલનું ઘ્યાનમાં આવતા બેંક દ્વારા ફરીથી જુના કરારખતને આધારે જેતે ખેડુતની ખેતીની જમીનમાં ફરીથી બોજાની નો:ધ દાખલ કરી હતી. ખેડુતને ઘ્યાનમાં આવતા તાત્કાલીક મામલતદાર સમક્ષ બોજાની નો:ધ સામે વાંધાઓ આપી નો:ધ તકરારી કરી બોજા અંગેની નોંધ નામંજુર કરવામાં આવેલ ત્યારબાદ બેંક દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.

કાયદાકીય રજુઆતોને તથા કેસની ગંભીરતાનેઘ્યાને લઇ દલીલ માન્ય રાખી પ્રાંત અધિકારી દ્વારા બેંકની બોજા અંગેની નોંધ દાખલ કરવાની અપીલ અરજી નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ખેડુત તરફે એડવોકેટ શ્યામ એન. ઘાડીયા એડવોકેટ જય બી. અગ્રાવત તથા આનંદ ડી. સ:ધાણી તથા આસીસ્ટન્ટ યશપાલ આર. ડૉગરીયા રોકાયેલા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS