રાજસ્થાનમાં ગરમીએ તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ, ચુરુમાં પારો 50 ડિગ્રીને પાર

  • May 28, 2024 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં કાળઝાળ ગરમી અને લૂ નું મોજુ યથાવત છે. મંગળવારે રાજસ્થાનમાં છેલ્લા છ વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો હતો.


મંગળવારે રાજસ્થાનમાં છેલ્લા છ વર્ષનો ગરમીનો રેકોર્ડ (રાજસ્થાનમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ) તૂટી ગયો હતો. આજે રાજ્યના ચુરુમાં પારો 50 ડિગ્રીને પાર કરી ગયો હતો, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. રાજ્યમાં ગરમીની સ્થિતિ એવી છે કે હીટ સ્ટ્રોકના કારણે અનેક લોકોના મોત થયા છે.




રાજસ્થાનમાં તાપમાન 50 ડિગ્રીની ઉપર પહોંચી ગયું હતું. ચુરુમાં આજે સૌથી વધુ તાપમાન 50.05 ડિગ્રી હતું. તે જ સમયે ગંગાનગરમાં 49.4, પિલાનીમાં 49.0, ફલોદીમાં 49.0, બીકાનેરમાં 48.3, કોટામાં 48.2, જેસલમેરમાં 48.0, જયપુરમાં 46.6 અને બાડમેરમાં 46.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે પૂર્વી રાજસ્થાનમાં 30 મેથી જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 31 મેથી તીવ્ર લૂ થી રાહત મળવાની સંભાવના છે. આગામી 72 કલાક માટે તીવ્ર હીટવેવ માટે રેડ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application