જસદણ તાલુકાના આંબરડી ગામે જીવનશાળામાં ગૃહપતિ અને આચાર્યે શિક્ષણ જગતને લાંછન લગાડ્યાની ઘટના સામે આવી છે. બન્ને હવસખોરે સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચાર્યાની ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણએ ગૃહપતિ કિશનભાઈ ગાંગળિયાએ સગીર સાથે અભદ્ર કૃત્ય કરતા ભોગ બનનાર વિદ્યાર્થીએ આચાર્યને રજૂઆત કરી હતી. ત્યારે ગૃહપતિને અટકાવવાને બદલે આચાર્ય રત્ના રાઘવાણી પણ આ કુકર્મમાં સામેલ થઈ ગયો હતો. જોકે સગીરે પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીએ વાત કરતા પરિવાર ચોંકી ઉઠ્યો
ગૃહપતિ કિશન ગાંગળિયાએ અહીં રહેતા 14 વર્ષીય સગીર વિદ્યાર્થીને જર્જરિત રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેને લઈને ભોગ બનનારે આ મામલે આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી. જોકે આ અંગે ગૃહપતિ સામે કાર્યવાહી કરવાને બદલે આચાર્ય પણ આ કુકર્મમાં ગૃહપતિ સાથે સામેલ થઈ ગયો હતો. જેને લઈને ભોગ બનનારે પોતાના પરિવાર સમક્ષ આ વ્યથા ઠાલવતા પરિવાર ચોંકી ઊઠ્યો હતો.
ગૃહપતિ જર્જરિત બનેલા રૂમમાં લઈ ગયો હતો
પોલીસ ફરિયાદમાં ભોગ બનનાર સગીરે જણાવ્યું હતું કે, ગૃહપતિ દ્વારા તેને જર્જરિત બની ગયેલા એક રૂમમાં લઈ જવામાં આવતો હતો. જ્યાં નગ્ન કરીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેને લઇને પોતે આ અંગે આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આ નરાધમ આચાર્ય ગૃહપતિ સામે પગલાં લેવાના બદલે પોતે પણ કામલીલામાં સામેલ થઈ ગયો હતો. જેને લઈ મોકો મળતા પોતે આ અંગે વાલીને રજૂઆત કરી હતી. અને હોસ્ટેલમાંથી પરત લઈ જવા જણાવ્યું હતું. તેમજ પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. હાલ જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech