રૈયાધાર વિસ્તારમાં રહેતા સફાઈ કામદાર યુવાને એક્સેસ વેચવા માટે ફેસબુકમાં જાહેરાત આપી હોય દરમિયાન એક શખસે તેનો સંપર્ક કરી આ સ્કૂટર ખરીદવાની તૈયારી દશર્વિી હતી. બાદમાં સ્કૂટરનો આટો મારવા માટેનું કહેતા યુવાને ચાવી આપી હતી. સ્કૂટર લઇ આટો મારવા ગયેલો આ શખસ પરત ન ફરી યુવાનનું સ્કૂટર છેટરપિંડીથી લઈ ગયો હોય આ અંગે તેણે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયાધાર વિસ્તારમાં આશાપુરા ચોક સ્લમ કવાર્ટરમાં રહેતા મૂળ વાંકાનેરના મેસરિયા ગામના વતની દિવ્યેશ કેશાભાઈ સોલંકી(ઉ.વ 22) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ રામસિંગભાઈ બાંભણિયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. ગત તા. 18/5 ના તેણે રૂપિયા 43 હજાર ડાઉન પેમેન્ટ ભરી એક્સેસ ખરીદ્યું હતું. જેમાં લોન કરાવી હોય તેનો હપ્તો રૂપિયા 3210 હતો અને 30 હપ્તા ભરવાના હતા. યુવાને પત્ની માટે આ સ્કૂટર ખરીદ્યુ હોય પરંતુ તે ઉપયોગ કરતી ન હોય જેથી તેણે ગત તારીખ 22/6/2024 ના ફેસબુક પર એક્સેસ વેચવાની જાહેરાત મૂકી હતી.તારીખ 23/ 6 ના બપોરના સમયે તેને આરોપી હિતેશ બાંભણિયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારે એક્સેસ લેવું છે જે બતાવવા માટે કે.કે.વી હોલ ખાતે આવો જેથી યુવાન અહીં અહીં કે.કે.વી હોલ પાસે ગયો હતો જ્યાં તેણે આ હિતેશને સ્કૂટરના કાગળ બતાવ્યા હતા અને કહ્યું હતું કે મેં 43,000 ડાઉન પેમેન્ટ ભર્યું છે અને હપ્તા ભરવાના છે જો તમારે લેવું હોય તો રૂ.40,000 આપવા પડશે અને બાકીના હપ્તા તમારે ભરવાના રહેશે જેથી હિતેશ ચેકથી પેમેન્ટ આપવાની વાત કરી હતી. જેની યુવાને ના પાડી રોકડ રૂપિયા આપવા પડશે તેમ કહેતા હિતેશે હા કહી હતી. બાદમાં હિતેશ સ્કૂટરનો ચક્કર મારવા માટે કહેતા યુવાને તેને ચાવી આપી હતી. બપોરના ત્રણેક વાગ્યે આસપાસ તે એક્સેસ લઇ આટો મારવા ગયો હતો ત્યારબાદ તે પરત ના આવતા યુવાને તેને ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ આજદિન સુધી તેનો સંપર્ક ન થતા યુવાને પોતાની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કયર્િ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં હિતેશ બાંભણિયા સામે આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech