ગોંડલ રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં ધાર્યા કરતા અનેકગણી ઐંચી બોલી બોલાઈ હતી. માત્ર ૪૩ હજાર રૂપિયાથી શરૂ થયેલી હરાજી ૨૮ લાખે પહોંચતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.પ્રા વિગતો અનુસાર, ગોંડલના મોવિયા ગામે આવેલી કુમાર તાલુકા શાળા ન.ં ૧ અને મોવિયા કન્યા પ્રાથમિક શાળા (બુનિયાદી સ્કૂલ)માં રાજાશાહી સમયના ૧૫ જેટલા જર્જરિત રૂમો આવેલા છે. આ રૂમોને પાડીને કાટમાળ હટાવવા માટે કન્યા શાળાના મેદાનમાં એક જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હરાજી માટે તત્રં દ્રારા માત્ર રૂા. ૪૩,૯૦૦ની અપસેટ પ્રાઈઝ (ન્યૂનતમ કિંમત) નક્કી કરવામાં આવી હતી અને હરાજીમાં ભાગ લેનાર ઈચ્છુકોએ રૂા. ૫,૦૦૦ ડિપોઝીટ પેટે જમા કરાવવાના હતા. આશ્ચર્યની વાત એ રહી કે આ કાટમાળની હરાજીમાં ભાગ લેવા માટે ૧૭૫ જેટલા લોકો ઉમટી પડા હતા. ૪૩,૯૦૦ રૂપિયાથી શરૂ થયેલી બોલીમાં વેપારીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી.
હરાજીના અંતે ઘોઘાવદરના રહેવાસી પરેશભાઈ રેવર (દાસીજીવણ સ્ક્રેપ) દ્રારા સૌથી ઐંચી એટલે કે રૂા.૨૮ લાખ ૩૦ હજાર (૨૮,૩૦,૦૦૦)ની માતબર બોલી લગાવવામાં આવી હતી અને તેમણે આ હરાજી પોતાના નામે કરી લીધી હતી.જેમની બોલી મંજૂર થઈ છે, તેઓ શરત મુજબ આ રાજાશાહી સમયના નાના–મોટા ૧૫ રૂમવાળા બિલ્ડીંગને જમીનદોસ્ત કરશે અને ત્યાંથી તમામ ચીજવસ્તુઓ તેમજ કાટમાળ જાતે જ ઉઠાવીને લઈ જશે, જેથી શાળાને નવું અને ખુલ્લ ું મેદાન અથવા જગ્યા મળી શકે.આ સંપૂર્ણ હરાજી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયતના અધિકારી અને કેળવણી નિરીક્ષક જીેશભાઈ ખૂંટ, પ્રકાશભાઈ કોટેચા તથા ભવનના એન્જીનીયર જાડેજા, મોવિયા ગ્રામ પંચાયતના ઉપસરપચં વિનુભાઈ કાલરીયા, ભાર્ગવભાઈ કિશોરભાઈ આંદિપરા, પંચાયતના અન્ય સભ્યો, તેમજ સ્કૂલના આચાર્ય દિપકભાઈ ઘોણીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application