વિવિધ પક્ષોની સરકારવાળા દેશનાં ૧૫ રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમાં લેવામાં આવેલી ભરતી પરીક્ષાઓમાં પેપરલીક વાની ૪૧ ઘટનાઓની તપાસ ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ દૈનિકે આ વર્ષની શરૂઆતમાં કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે એક લાખ જગ્યાઓ માટે પરીક્ષા આપનાર લગભગ ૧.૪૦ કરોડ અરજદારોનું શેડ્યુલ પેપરલીકને કારણે ખોરવાઈ ગયું હતું.તે સમયે ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ નીટની પરીક્ષામાં અત્યારે યેલી ગેરરીતી ન ઇ હોત. ભારતની પરીક્ષા વ્યવસ લાંબા સમયી અસ્તવ્યસ્ત છે. છેતરપિંડી અને પેપરલીકની સમસ્યાઓ પરીક્ષાઓને લાંબા સમયી કનડી રહી છે, પરંતુ હવે સરકારી નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) દ્વારા સંચાલિત નીટની મુખ્ય પરીક્ષામાં ચેડાં કરવામાં આવ્યાં છે. આ પરીક્ષામાં કતિ પેપરલીક અને માર્ક્સમાં ગોબાચારીને કારણે ૩૫ લાખ ઉમેદવારોના ભાવિ પર પ્રર્શ્નાચિહ્ન લાગી ગયું છે. સરકાર દ્વારા લેવામાં આવતી અન્ય ત્રણ પબ્લિક એક્ઝામ્સ ગયા અઠવાડિયે કાં તો રદ કરવામાં આવી હતી અવા તો મુલતવી રાખવામાં આવી હતી. તેની ૧૩ લાખ વિર્દ્યાીઓને અસર ઈ હતી. પરિસ્થિતિ વણસી ગઈ છે. શિક્ષકો, દલાલો અને એક્ઝામ સેન્ટર્સના સંચાલકો વચ્ચે માફિયા ટોળી જેવા સાઠગાંઠ છે. તેના લીધે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. દલાલો સામાન્ય રીતે ઉમેદવારોનો સંપર્ક કરે છે, પ્રશ્નપત્રના બદલામાં પૈસાની માગણી કરે છે, કેટલીક વાર પોસ્ટ-ડેટેડ ચેક પણ સ્વીકારે છે. તેઓ લેખિત પરીક્ષાનું પેપર ઉમેદવારોને અગાઉી લીક કરી દે છે અને સોલ્વ કરેલું પેપર પણ ઉમેદવારોને આપે છે. ઑનલાઇન એક્ઝામ દરમિયાન આવા દલાલો પરીર્ક્ષાીની ડિજિટલ ઓળખ મેળવે છે અને પરીક્ષાકેન્દ્રી દૂર કોઈ સ્ળે કમ્પ્યુટર દ્વારા તેમના વતી બધા સવાલોના જવાબ આપે છે. રાજ્યોની પરીક્ષાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. ર્અંતંત્રમાં મોટા ભાગે કોન્ટ્રાક્ટ આધારિત, અસલામત અને ઓછા પગારવાળી નોકરીઓ હોય છે. એવી નોકરી મેળવવા માટે તીવ્ર સ્પર્ધા હોય છે ત્યારે વિવિધ સનિક ભરતી પરીક્ષાઓ માટેનાં પ્રશ્નપત્રો વારંવાર લીક ાય છે. ગુજરાતમાં એક ડઝની પણ વધુ પરીક્ષાના પેપર લીક ઇ ચુક્યા છે. ભૂતકાળમાં પેપરલીકની માઠી અસર પોલીસકર્મીઓ, ફોરેસ્ટર્સ, એન્જિનિયર્સ, પશુચિકિત્સકો અને આવકવેરા ઇન્સ્પેક્ટર્સની એક્ઝામ્સ પર ઈ છે. વોટ્સઍપ મારફત પેપર્સ લીક યાં છે અને સ્ટોર રૂમ્સમાંી પેપરની ચોરી કરવામાં આવી છે. પરીક્ષાઓનું સંચાલન કરતી ખાનગી કંપનીઓના સર્વર શંકાસ્પદ લોકોએ હેક કર્યાં છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસન અને તેલંગણા જેવાં રાજ્યોમાં તાજેતરની ચૂંટણીમાં આ બાબત એક સળગતો મુદ્દો બની હતી. મોટા ભાગનાં રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.આવી છેતરપિંડીને પ્રોત્સાહન આપતી શિક્ષણપ્રણાલી આપણે જ બનાવી છે. બેઠકોની સંખ્યા તા વિર્દ્યાીઓની માગ વચ્ચે જંગી તફાવત છે અને મોંઘું ઉચ્ચ શિક્ષણ પોસાવા વિશેની ચિંતા પણ છે. આ વર્ષે મેડિકલ કોલેજની માત્ર ૧.૧૦ લાખ બેઠકો માટે ૨૪ લાખ વિર્દ્યાીઓએ પરીક્ષા આપી તે સૂચવે છે કે વિર્દ્યાી પર કેટલું દબાણ હોય છે અને સ્પર્ધા કેટલી ઉગ્ર હોય છે. એ પૈકીની લગભગ ૫૫,૦૦૦ી ૬૦,૦૦૦ બેઠકો સરકારી કોલેજમાં છે, બાકીની ખાનગી સંસઓમાં છે. વળી એ પૈકીની અડધી બેઠકો વંચિત વિર્દ્યાીઓ માટે અનામત હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech