આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી જંગલ સફારી રૂપે આપણા બરડા વિસ્તારને દિવાળી ખૂબ જ મોટી ભેટ મળી છે. જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે. ૧૪૩ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશીયાઇ સિંહોનું બીજું રહેઠાણ બન્યો છે જે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈ કાલે જ અમરેલી ખાતેથી સૌરાષ્ટ્રને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ હતી. દિવાળીનો પર્વ મંગલ કાર્યો કરવા માટે શુભ સમય છે ત્યારે બરડામાં જંગલ સફારી પ્રારંભ પણ તેનો ભાગ છે. જેમ પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઇ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્ડ, પોરબંદર પક્ષી અભયારણ્ય , માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આજથી ઘણા સમય પૂર્વે બરડા ડુંગર વિસ્તારમાં બનાવેલા ચેક ડેમો વર્ષાઋતુમાં જળ સંચય પરિણામે વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે. બરડો એ માત્ર વન્યજીવો નિવાસ નહિ પરંતુ અદ્વિતિય ઔષધિઓ માટે પણ જાણીતો છે. પર્યાવરણ જતન અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે વન્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્યા બન્યું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બરડા સહિતના વિસ્તારમાં માલધારીઓ બહોળી સંખ્યામાં નિવાસ કરે છે. જંગલ સફારી પ્રારંભ થતાં માલધારીઓ માટે રોજગારીની અનેક તકો નિર્માણ થશે તેમજ પ્રવાસીઓને પણ ગ્રામીણ સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ નજીકથી જાણવાનો એક લહાવો પ્રાપ્ત થશે. એશિયાટિક સિંહોના બરડામા વસવાટ થતા બરડા પંથકની પ્રજામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે વન તથા વન્યજીવો સંરક્ષણ માટે આપણે સૌ સાથે મળી સહકાર આપીએ.
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જો આપણે જંગલો રક્ષણ કરીશું તો જ વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ થશે. ગીર વન્યજીવ અભ્યારણ્ય બાદ હવે બરડામાં પણ સિંહો હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણું પ્રાપ્ત થયું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન થકી સોમનાથ થી દ્વારકા સુધીના અનેક પ્રવાસન સ્થળો વિકાસ થયો છે જેનો સીધો લાભ આપણે સૌને મળ્યો છે. પ્રવાસન સ્થળોમાં વિકાસ થવાને પરિણામે નાગરિકોના જીવનમાં પણ ઉન્નતિ થઈ છે. વન્યજીવો સંરક્ષણ અને પર્યાવરણ જતન કરવાની નૈતિક જવાબદારી આપણા સૌની છે. તો ચાલો આપણે પર્યાવરણનું સંવર્ધન કરી આપણી આગામી પેઢીને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીએ...
અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલ સ્થાનિકોને આવકારીને જણાવ્યું હતું કે, બરડા અભયારણ્ય બન્યું ત્યારથી આ સ્થળ 'સિંહોનું બીજું ઘર' બને તે વિઝન સેવવામાં આવ્યું હતું, જે આજે સાકાર થવા જઈ રહ્યું છે. અહીં અનેક સિંહો નિવાસ કરી રહ્યાં છે. સિંહોને અનુકૂળ વાતાવરણ બનાવીને તેમજ તેમના ખોરાક રૂપ હરણ, સાંભર વગેરેનું પણ સંવર્ધન કરીને આ શક્ય બન્યું છે. આ સફારી કાર્યરત થતાં સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને આ અંતરિયાળ વિસ્તારના વિકાસનો માર્ગ મોકળો બનશે.
કાર્યકમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પોરબંદર નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ તથા આભારવિધિ આર.એફ.ઓ શ્રી એસ.આર.ભમ્મર દ્વારા કરવામાં આવી હતી.
બરડા જંગલ સફારી ફેઝ - ૧ લોકાર્પણ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, પોરબંદર કલેકટર એસ.ડી.ધાનાણી, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક સર્વે ધનપાલ, અરુણકુમાર, સામાજિક અગ્રણી પી.એસ.જાડેજા, પાલાભાઈ કરમુર, પ્રતાપ પિંડારિયા, વી.ડી.મોરી અને મોટી સંખ્યામાં નાગરિકો ઊપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech